- પંચમહાલઃ હાલોલ બેઠક પર કોંગ્રેસે નામ બદલ્યું
- રાજેન્દ્ર પટેલને બદલે અનીશ બારીઆ લડશે
- કોંગ્રેસમાં હાલોલ બેઠક પર રાજેન્દ્ર પટેલ નહીં લડે ચૂંટણી
- કોંગ્રેસમાંથી અનીશ બારીઆ લડશે ચૂંટણી
- કોંગ્રેસે અનીશ બારીયાને મેન્ડેટ આપ્યો
- હાલોલ વિધાનસભા કોંગ્રેસમાંથી રાજેન્દ્ર પટેલ નહીં
- હાલોલ વિધાનસભામાં કોંગ્રેસમાં પડી શકે છે મોટું ગાબડું
- કોંગ્રેસના જુના કાર્યકર્તાઓ આપી શકે છે રાજીનામું
પંચમહાલ; ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, આ સિલસિલો બંધ થવાનો નામ નથી લઇ રહ્યો. કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ છે. પંચમહાલ હાલોલ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પંચમહાલ હાલોલના ઉમેદવાર સત્વરે પાર્ટીએ બદલ્યા છે. હાલોલ બેઠક પર કોંગ્રેસે રાજે્દ્ર પટેલને ટિકિટ આપી હતી પરતું તે ચૂંટણી લડશે નહીં એ જોતા પાર્ટીએ તેમના સ્થાન પર અનીસ બારીઆને ટિકિટ ફાળવી છે. જેના લીધે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં ગાબડું પડવાની પુરી સંભાવના રહેલી છે.
ઉલ્લેખનીય છે કે હવે બીજા તબક્કાના ઉમેદવારો જાહેર થઇ ગયા છે અને આજે નામાકંન ભરવાનાે છેલ્લો દિવસ છે તે છંતા પણ કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી જોવા મળે છે. કોંગ્રેસથી અનેક નેતાઓ અને કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે.
Gujarat Election/પેટલાદ કોંગ્રેસના ધારસભ્ય નિરંજન પટેલે આપ્યું રાજીનામું, ટિકિટ ન મળતા નારાજ
