Breaking News/ રાજુલા સિંહ હુમલા કેસમાં મોટો નિર્ણય: માનવભક્ષણની પુષ્ટિ બાદ 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખાશે

Rajula Lion Attack:અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક યુવકના મોતના કેસમાં લેબોરેટરી રિપોર્ટ બાદ વન વિભાગે ચાર સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Rajula Lion Attack બાદ 4 સિંહોને આજીવન કેદ, સક્કરબાગ ઝૂમાં કરાશે રાખણી

Breaking News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક યુવક પર જીવલેણ હુમલા (Rajula Lion Attack)ના કેસમાં વન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તપાસ દરમિયાન લેબોરેટરી રિપોર્ટમાં ચારેય સિંહોના સેમ્પલમાં માનવ શરીરના અવશેષોની પુષ્ટિ થયા બાદ વન વિભાગે આ ચારેય સિંહોને આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટરમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

Rajula Lion Attack: 16 જૂનની રાત્રે સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો

ઘટના 16 જૂનની રાત્રે બની હતી, જ્યારે ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશ ચંદ્ર પર કોવાયા ગામ નજીક સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલા (Rajula Lion Attack)માં તેમનું મોત થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બે યુવાન સિંહ અને બે પુખ્ત સિંહ સહિત કુલ ચાર સિંહોને પકડી પાડ્યા હતા.

ત્યારબાદ ચારેય સિંહોના મળ સહિતના સેમ્પલ સાસણ ગીર સ્થિત લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસના અહેવાલમાં મૃતકના શરીરના અવશેષો મળ્યાની પુષ્ટિ થતાં વન વિભાગે ચારેય સિંહો આ હુમલા (Rajula Lion Attack)માં સંડોવાયેલા હોવાનો નિષ્કર્ષ જાહેર કર્યો છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે વન્યપ્રાણીઓ માનવભક્ષણ સાથે સંકળાયેલા હોવાનું વૈજ્ઞાનિક તપાસમાં સાબિત થાય છે, તેમને સામાન્ય જંગલ અથવા માનવ વસાહત નજીક ફરી છોડવામાં આવતા નથી. આ કારણસર ચારેય સિંહોને હવે આજીવન સક્કરબાગ ઝૂમાં જ રાખવામાં આવશે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં નિષ્ણાતોની ભલામણ અને વર્તનમાં સુધારો જોવા મળે તો નિયંત્રિત એનિમલ કેર સુવિધામાં સ્થળાંતર અંગે વિચારણા થઈ શકે, પરંતુ તેમને ખુલ્લા જંગલ અથવા માનવ વસાહત નજીક છોડવામાં નહીં આવે.

તાજેતરના સમયમાં અમરેલી અને આસપાસના વિસ્તારોમાં વન્યપ્રાણીઓના હુમલા (Rajula Lion Attack)ની અનેક ઘટનાઓ સામે આવતાં વન વિભાગે પેટ્રોલિંગ, મોનિટરિંગ અને લોકોને જાગૃત કરવાની કામગીરી વધુ સઘન બનાવી છે.


આ પણ વાંચો:અમરેલીમાં સિંહણનો જીવલેણ હુમલો: દાદાની નજર સામે 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ, 1 કિમી દૂર મળ્યા અવશેષો

આ પણ વાંચો:અમરેલીના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલો: 7 વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ

આ પણ વાંચો:અમરેલીમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર પકડવાનો મામલો, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગાડી પર હુમલો