Ahmedabad Sabarmati Railway Station Entry Exit Changes: અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનના આધુનિકીકરણ અને રિડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મુસાફરોની અવરજવર સરળ રહે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ધર્મનગર સાઇડના એન્ટ્રી (પ્રવેશ) અને એક્ઝિટ (નિકાસ) વ્યવસ્થામાં કામચલાઉ ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે.
ક્યાર સુધી લાગુ રહેશે આ નવો નિયમ?
રેલ્વે સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થા 20 જાન્યુઆરી, 2026 થી 15 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. મુસાફરોએ મુશ્કેલીથી બચવા માટે આ નવા રૂટ અને નિયમો જાણી લેવા જરૂરી છે.

Sabarmati Railway Station: નવો એન્ટ્રી અને એક્ઝિટ પ્લાન
મુસાફરોની સરળતા માટે નવી વ્યવસ્થા હેઠળ પ્રવેશ અને નિકાસના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરોએ બુલેટ ટ્રેન સ્ટેશનની બાજુમાં આવેલા MMTS બિલ્ડિંગ પાસેથી પ્રવેશ મેળવવાનો રહેશે અને પ્લેટફોર્મ પર જવા માટે નવા બિલ્ડિંગના બીજા માળનો ઉપયોગ કરી શકાશે. સ્ટેશનની બહાર નીકળવા માટે મહેસાણા સાઇડ પર આવેલા ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે, જ્યાં મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ‘પિક-અપ ઝોન’ અને તેની નજીક જ બે અલગ-અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નવા બિલ્ડિંગમાં કયા માળે કઈ સુવિધા મળશે?
મુસાફરોની સુવિધા માટે નવા સ્ટેશન બિલ્ડિંગમાં અત્યાધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનરલ ટિકિટ (UTS) વિન્ડો, પ્રથમ માળે રિઝર્વેશન ટિકિટ (PRS) વિન્ડો અને બીજા માળ પર મુસાફરો માટે આરામદાયક વેટિંગ રૂમ તથા લાઉન્જ એરિયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રેલ્વે વિભાગે તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ સ્ટેશન પર મૂકવામાં આવેલા સાઇનબોર્ડ અને સ્ટાફની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે જેથી મુસાફરી દરમિયાન કોઈ અગવડતા ન પડે.
આ પણ વાંચોઃ સાબરમતી રેલ્વે સ્ટેશન આવતા વર્ષે તૈયાર થઈ જશે
આ પણ વાંચોઃ અમદાવાદ રેલવે સ્ટેશન પર હવે આ ટિકિટ મળશે નહી, તપાસ કરીને જજો
આ પણ વાંચોઃ સાબરમતી રેલ્વે સ્ટેશનની થશે કાયાપલટ, નિર્માણ બાદ આવું દેખાશે
