ઉના/ મધ્યાહન ભોજનમાં નીકળી ગરોળી : તપાસ સમિતિએ કહ્યું કે, ગરોળી નરી આંખી દેખાય તેવી નથી

ગરોળી નિકળી હોવાની વાત બહાર આવતા ગરોળીનું નાનુ બચ્ચુ કાંઇથી ઉડીને પડ્યુ હોય અને તે બચ્ચાને નરી આખે જોઈ શકાય તેવી ગરોળી નથી.

Gujarat Others Trending
ગરોળી

ઊના નાં શા.ડેસર ગામે અધિકારી પ્રવેશ ઉત્સવની વાહવાહી કરતા રહ્યા અને છાત્રોને પીરસવામાં આવેલ મધ્યાહન ભોજનમાં ગરોળી  નિકળી હતી. મામલતદારે તપાસનાં આદેશ છોડતા આરોગ્યની ટીમ દોડી ગઈ હતી. જોકે તપાસ સમિતિએ આશ્ચર્યજન જવાબ આપ્યો છે.

ઊનાના શા.ડેસર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશત્સવની એક તરફ ઉજવણી ચાલુ રહી હતી. અધિકારી પદાધિકારીઓ છાત્રોને પ્રવેશ અપાવી સરકારના ગુણગાન ગાઇને રવાના થયા અને થોડી મિનીટોમાં બાદ આજ શાળામાં છાત્રોને મધ્યાહન ભોજન પીરસવામાં આવતા અને દાળ ઢોકરીની રસોઈમાં ગરોળીનું બચ્ચુ નિકળતા ધો.૬ની વિદ્યાર્થીનીએ ભોજનમાં આવેલી ગરોળીનું બચ્ચા વાળુ ભોજન લઇ શાળાના આચાર્યને બતાવતા તે પણ ચોકી ઉઠ્યા હતા. આ વાત ગામના આગેવાનો અને વાલીઓ સુધી પહોચતા ગામના સરપંચે મામલતદાર, ટીડીઓ સુધી વાત પોહચાડતા તાત્કાલીક ઉના સીએચસી કેન્દ્રનાં આરોગ્ય અધિકારીને તપાસનાં આદેશ કરતા છાત્રોની આરોગ્ય બાબતની તપાસ માટે તુરંત ટીમ શા.ડેસર ગામની સરકારી પ્રાથમિક શાળાએ દોડી ગયેલ હતી. અને બાળકોની તપાસ કરતા તમામ છાત્રો ભય મુક્ત હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

શા.ડેસર ગામની સરકારી પ્રા.શાળામાં પ્રવેશમહોત્સવ નિમીતે તાલુકા વિકાસ અધિકારી જાડેજા તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર હોય અને પ્રવેશમહોત્સવ નિમીતે શાળામાં કાર્યક્રમની સાથે શાળાની સુવિધાઓ અને ગુણવતા બાબતે પણ તપાસ કરવાની થતી હોય છે. અધિકારીઓ હાજર હોવા છતાં મધ્યાહન ભોજનનું રસોઈ મેનું તપાસ કરવુ જોઇએ અને બનેલી રસોઇનો ટેસ્ટ પણ અધિકારીઓએ કરવી જોઇએ તે કેમ ન કરી? તે બાબત લોકોમાં સવાલો ઉઠવા લાગ્યા હતા. સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજનમાં વારંવાર હલકી ગુણવતાનાં અનાજ તેમજ શાકભાજીનો ઉપયોગ લેવાતો હોય અને રસોડામાં બનતા ભોજન વખતે રખાતી બેદરકારીના કારણે જીવજંતુઓ ત્યાર થતી વખતે પડી જતી હોય તેવી અવાર નવાર અનેક ફરીયાદો ઉઠવા પામતી હોવા છતાં તંત્ર દ્રારા કોઇજ કોર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાના કારણે છાત્રોના જીવ જોખમમાં મુકાતા હોય છે.

અમે નિકળી ગયા બાદ સરપંચે મને જાણ કરી :ટી.ડી.ઓ.

શાળા પ્રવેશ મહોત્વસ નિમીતે તાલુકા વિકાસ અધિકારી શાળામાં હાજર હોય અને કાર્યક્રમ પૂર્ણ કરી ઓફીસે આવી ગયા બાદ શા.ડેસર ગામના સરપંચ નારણભાઇ બાંભણીયાએ મને જાણ કરતા કોઇ છાત્રને તકલીફ નહી હોવાનું જણાવેલ તેમ છતાં મેડીકલની મોકલી હતી તેવું કહીને લૂલો બચાવ કર્યો હતો.

તાત્કાલીક તપાસ અને સાવચેતીનાં આદેશ આપ્યા છે : મામલતદાર

શા.ડેસર પ્રા.શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોય પીરસતી વખત છાત્રની થાળીમાં ગરોળીનું બચ્ચુ જોવા મળતા અને તેની જાણ મામલતદાર આર આર ખાંભરાને થતાં તાત્કાલીક આરોગ્ય વિભાગના ડોક્ટરને જાણ કરી મેડીકલની ટીમને જાણ કરી છે. અને તમામ બાળકોને ચેક કરાવવા ટી પી ઓ અને આચાર્યને અહેવાલ મોકલવા જાણ કરી હતી. અને દરેક માધ્યહન ભોજન કેન્દ્ર પર સુપર વિઝન કરવા ટીમોને મોકલવામાં આવશે તેવું કહી આશ્વસન આપ્યું હતું.

ગરોળી તો હતી પણ ખ્યાલ ન આવ્યો : આચાર્ય

શાળાના આચાર્ય અરૂણાબેનએ જણાવેલ કે મધ્યાહન ભોજન મેનું મુજબ દાળ અને ઢોકળીનું ભોજન છાત્રોને પીરસવામાં આવ્યુ હતું. તેમાં મસાલા વધારે પડતા નાખેલ હોય જેથી ખ્યાલ ન આવ્યો. પણ હતી તો ગરોળી જ તેવું ઉદાસીન શ્વરે જણાવેલ હતું.

ટી.પી.ઓ.નો અહેવાલ નરી આખે જોઈ શકાય તેવી ગરોળી નથી

તાલુકા શિક્ષણ અધિકારીઓ મામલતદારે આપેલા અહેવાલમાં જણાવ્યુ કે શા.ડેસરની પ્રા.શાળામાં મધ્યાહન ભોજન મે ચેક કર્યુ હતુ. અને તેમાં ગરોળી નિકળી હોવાની વાત બહાર આવતા ગરોળીનું નાનુ બચ્ચુ કાંઇથી ઉડીને પડ્યુ હોય અને તે બચ્ચાને નરી આખે જોઈ શકાય તેવી ગરોળી નથી. તેવો તપાસ અહેવાલ મોકલતા મામલતદાર પણ અચરત પામી ગયા હતા.

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ