Assembly elections/ ભાજપની યાદી જાહેર થાય તે પહેલા મોટા સમાચાર, દિગ્ગજ નેતાઓની ચૂંટણી ન લડવાની જાહેરાત

વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક માટે નવો ચહેરો ચૂંટાશે તે નિશ્ચિત છે. તો નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે…

Top Stories Gujarat
Gujarat Assembly Election 2022

Gujarat Assembly Election 2022: ગુજરાતની ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. સાથે જ નીતિન પટેલે સીઆર પાટીલને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ચૂંટણી લડવા માંગતા નથી.

આ બંને સિવાય કેટલાક અન્ય નામો પણ સામે આવ્યા છે જેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ અને મહેસૂલ મંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી લડશે નહીં. અહેવાલોનું માનીએ તો વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્ર ચુડાસમા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આ સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુ, યોગેશ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ તેમજ નીમાબેન આચાર્યએ પણ વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે, તો એવું લાગી રહ્યું છે કે કેટલાક નવા ચહેરાઓને ટિકિટ મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.  ઉલ્લેખનીય છે કે 2017માં વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક માટે નવો ચહેરો ચૂંટાશે તે નિશ્ચિત છે. તો નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે. નીતિન પટેલ ઘાટલોડિયાથી BJPના ઉમેદવાર રહેશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં તમામના સહકારથી પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. આ ચૂંટણીઓમાં નવા કાર્યકરોને જવાબદારી સોંપવી જોઈએ. હું ચૂંટણી નહીં લડું, મેં દિલ્હીમાં વરિષ્ઠોને પત્ર મોકલીને જાણ કરી છે. અમે પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું. આ સાથે જ ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હું વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં અને આ અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જાણ કરી દીધી છે. મેં નક્કી કર્યું છે કે અન્ય કાર્યકરોને તક મળવી જોઈએ. મેં અત્યાર સુધી 9 વખત ચૂંટણી લડી છે. હું પાર્ટીનો આભાર માનું છું. આ ઉપરાંત ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી લડશે નહીં. જાડેજાએ કહ્યું કે, હું વટવા વિધાનસભા બેઠકનો ધારાસભ્ય છું. મને પાર્ટી દ્વારા ચાર વખત ધારાસભ્ય અને રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપવાની મોટી તક આપવામાં આવી છે. હું 2022માં આગામી વિધાનસભાની ચૂંટણી સ્વેચ્છાએ લડવા માંગતો નથી.

આ નેતાઓની ટિકિટ કપાઈ શકે

કૌશિક પટેલનું પણ કપાઈ શકે છે પત્તું

યોગેશ પટેલનું પણ કપાઈ શકે છે પત્તું

વિભારીબેન પટેલનું પણ કપાઈ શકે છે પત્તું

કુમાર કાનાણીનું પણ કપાઈ શકે છે પત્તું

પૂર્ણેશ મોદીનું પણ કપાઈ શકે છે પત્તું

પંકજ દેસાઈનું પણ કપાઈ શકે છે પત્તું

પ્રદિપ પરમારનું પણ કપાઈ શકે છે પત્તું

વલ્લભભાઈ કાકડિયાનું પણ કપાઈ શકે છે પત્તું

બ્રિજેશ મેરજાનું પણ કપાઈ શકે છે પત્તું

વાસણ આહીરનું પણ કપાઈ શકે છે પત્તું

રાજેન્દ્ર ત્રિવેદીનું પણ કપાઈ શકે છે પત્તું

રાઘવજી પટેલનું પણ કપાઈ શકે છે પત્તું

આઈ. કે જાડેજાનું પણ કપાઈ શકે છે પત્તું

દિલ્હીમાં હાઈકમાન્ડની બેઠક

આ નેતાઓએ એવા સમયે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે જ્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક ચાલી રહી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓપી માથુર ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં સામેલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લાગી શકે છે.

આ પણ વાંચો: Cricket/પાકિસ્તાન ફાઇનલમાં પહોંચતા જ ભારતની જીત નક્કી!  15 વર્ષ જૂના ઈતિહાસનું