Jamnagar News/ જામનગર-રાજકોટ હાઇવે પર બસ, ઓક્સિજન ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, મુસાફરો સુરક્ષિત

જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક પ્રવાસી બસ અને ઓક્સિજન ટેન્કર વચ્ચે અકસ્માત (Accident) થયો. બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી.

Top Stories Gujarat Breaking News
Accident

Jamnagar news:આજે સવારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક એક પ્રવાસી બસ (Tourist bus) અને ઓક્સિજન ટેન્કર (Oxygen tanker) વચ્ચે ટક્કર થઈ હતી. બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ તેમાં સવાર તમામ 36 મુસાફરો સુરક્ષિત છે.આ અકસ્માત (Accident) સવારે 5:55 વાગ્યાની આસપાસ થયો હતો.અડાલજથી જામનગર તરફ જતી બસ નંબર GJ-03-AZ-0642 એક ઓક્સિજન ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને એક તરફ નમેલી હતી.

અકસ્માત (Accident)માં યાત્રાળુઓ સુરક્ષિત

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ (Fire brigade)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર ઉમેદ ગામેતી, રાકેશ ગોકાણી, કામિલ મહેતા અને જયંતિ ડામોર સહિતની ટીમે બસમાં ફસાયેલા તમામ 36 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.આ અકસ્માત (Accident)માં કોઈ મુસાફરોને ઈજા કે મૃત્યુ થયું નથી. પંચકોશી એ ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થાપિત કરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

આ પહેલા જામનગર (Jamnagar) કાલાવડ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઈ કાલે સાંજે એક ડમ્પર અને બે બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત (Triple Accident) સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે આગળ જઈ રહેલા બે બાઇકને ઠોકરે ચડાવતાં એક બાઈક સવારનું અંતરિયાળ મૃત્યુ (Death) નીપજ્યું હતું, જ્યારે બીજા બાઈક સવારને ગંભીર થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

માહિતી અનુસાર મૂળ જામ રાવલ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના સણોસરા ગામ ના પાટીયા પાસે રહેતા સુકાભાઈ ઘેલાભાઈ ગામી નામના 50 વર્ષના આધેડ કે જેઓ ઠેબા ચોકડી નજીક આવેલા એક ભરડીયામાં પોતાના સંબંધીને મળીને બાઈક પર પરત આવી રહ્યા હતા. જે દરમિયાન ઠેબા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 13 એ ડબલ્યુ. 4897 નંબરના ડમ્પરના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા.આ ઉપરાંત માર્ગ પર પસાર થઈ રહેલા અન્ય એક બાઈક ને પણ ડમ્પરે ઠોકર મારી હતી, અને ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત (Accident)માં સુકાભાઈ ગામી નું ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર નજીક ઠેબા ગામ પાસે કાર પલ્ટી મારતા સર્જાયો ગોઝારો અકસ્માત