Not Set/ 8 મહિનાની બાળકીનું ડોલમાં પડતા રહસ્યમય મોત, પરિવાર શંકાના દાયરામાં

સુરત, સુરતમાં પાંડેસરામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પાંડેસરામાં પલંગ પર આઠ મહિનાની બાળકી પાણીની ડોલમાં પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાઈ છે. બાળકીને પલંગ પર સુવાડી હતી અને પલંગ નીચે […]

Top Stories Surat

સુરત,

સુરતમાં પાંડેસરામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. પાંડેસરામાં પલંગ પર આઠ મહિનાની બાળકી પાણીની ડોલમાં પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાઈ છે. બાળકીને પલંગ પર સુવાડી હતી અને પલંગ નીચે ભરેલી ડોલમાં બાળકી પડેલી જોઈ હતી.

બાળકીની આવી દશા જોઈને પરિવાર ડઘાઈ ગયો હતો. બાળકી પાણીની ડોલમાં પડતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.