સાંતલપુર,
સાંતલપુરના પીપરાળા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સાંતલપુર પોલીસે રેડ પાડી હતી. જ્યાં પીપરાળા ગામની સીમમાં આવેલ રેલવે ફાટકની બાજુમાં એક ખેતરમાં કેટલાક ઈસમો તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યાં હતાં.
અહીં જુગાર રમતા 11 જુગારીયા પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે તેમની પાસેથી ગંજીપાના તેમજ રોકડ રકમ રૂપિયા 1,82,430 તેમજ અગિયાર હજારની કિંમતનાં 10 મોબાઇલ, તેમજ બે લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી સહિત રૂપિયા 3,93,430 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે 11 જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કોણ-કોણ જુગારીયા ઝડપાયા
1) ખેતાભાઈ પાતાભાઈ આયર ( રહે. રોઝુ, તા.સાંતલપુર, જી.પાટણ )
2) નગાભાઇ મોમાયાભાઈ આયર ( રહે. બરારા, તા.સાંતલપુર, જી.પાટણ )
3) અરજનભાઇ પાતાભાઈ ( રહે. બરારા, તા.સાંતલપુર, જી.પાટણ )
4) જીવનભાઈ જહાભાઈ આયર ( રહે. સુખપુર,આડેસર, તા.રાપર, જી.કચ્છ )
5) અમરાજી ભોજાજી સમા ( રહે. એવાલ, તા.સાંતલપુર, જી.પાટણ )
6) રતન બાવુભાઇ રાજપૂત ( રહે. ભીમાસર, તા.રાપર, જી.કચ્છ )
7) નારણભાઇ નોધાભાઇ આયર ( રહે. મઢુત્રા, તા.સાંતલપુર, જી.પાટણ )
8) વિલગીરી ચતુરગીરી ગોસ્વામી ( રહે. વૌવા, તા.સાંતલપુર, જી.પાટણ )
9) સામતાભાઈ કરશનભાઇ આયર ( રહે. મઢુત્રા, તા.સાંતલપુર, જી.પાટણ )
10) ડાહ્યાભાઈ રામભાઈ આયર ( રહે. વૌવા, તા.સાંતલપુર, જી.પાટણ )
