Mehsana Crime News/ બહુચરાજીમાં પરિણીતાએ આપઘાત કરતા દુષ્પ્રેરણા બદલ પતિ અને દાદી સાસુ સામે ફરિયાદ નોંધાઈ

મહેસાણામાં પરિણીતાએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. 20 વર્ષીય પરિણીતાએ બહુચરાજીના દેલવાડા ગામમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

Top Stories Gujarat Others

મહેસાણામાં પરિણીતાએ આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. 20 વર્ષીય પરિણીતાએ બહુચરાજીના દેલવાડા ગામમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિણીતાએ દાદી સાસુ અને પતિના ત્રાસથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું. 20 વર્ષીય સોલંકી અનુબા નામની પિરણીતાએ આપઘાત કરતાં બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાને આત્મહત્યા માટે દુષપ્રેરણા આપવા પતિ અને દાદી સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મહેસાણાના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામમાં પરિણીતાએ આપઘાત કરવાની ઘટના સામે આવી. 20 વર્ષીય પરિણીતાએ શનિવારે બપોરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. ઘટનાની જાણ થતાં પરિણીતાના પરિવારજનોને દેલવાડા ગામ પંહોચી ગયા અને મોઢેરા પોલીસને સમગ્ર હકીકત જણાવી. પોલીસે પરિણીતાની લાશનું પંચનામું કરી બહુચરાજી સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકનું પોસ્ટમોર્ટમ થયા બાદ લાશ પરિવારને સોંપવામાં આવી. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા પક્ષ પર ત્રાસ આપવાનો આરોપ મૂકયો. પરિવારજનોનું કહેવું છે કે અવાર-નવાર પરિણીતાને તેના પતિ અને દાદી સાસુ ત્રાસ આપતા હતા. આથી પતિ અને દાદિ સાસુનો ત્રાસ સહન થતા શનિવારે 20 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: Westbengal/પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે