Not Set/ IPL 2018 : KKRને હરાવી હૈદરાબાદે લગાવી જીતની હૈટ્રિક, વિલિયમસને ફટકારી મેચ વિનિંગ ફિફ્ટી

કોલકત્તા, કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૫ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ દ્વારા આપવામાં આવેલા ૧૩૯ રનના ટાર્ગેટને ૧૯ ઓવરમાં વટાવી હૈદરાબાદની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. A solid victory for the @SunRisers as they beat #KKR by 5 wickets at the […]

Top Stories Sports

કોલકત્તા,

કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ૫ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ દ્વારા આપવામાં આવેલા ૧૩૯ રનના ટાર્ગેટને ૧૯ ઓવરમાં વટાવી હૈદરાબાદની ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદના શાનદાર વિજયના હિરો કેપ્ટન કેન વિલિયમસન અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર રહ્યા હતા. કેન વિલિયમસને ૫૦ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને માત્ર ૧૩૮ રન બનાવી શકી હતી. મુંબઈની તરફથી ઓપનર બેટ્સમેન રોબિન ઉથ્થપા માત્ર ૩ રન બનાવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારનો પ્રથમ શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ કાંગારું ઓપનર બેટ્સમેન ક્રિશ લીને ૩૪ બોલમાં ૪૯ રન બનાવી આઉટ થયો હતો જયારે કેપ્ટન દિનેશ કાર્તિકે ૨૯ રન ફટકાર્યા હતા. SRHની ટીમ તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે સૌથી વધુ ૩ વિકેટ જયારે સ્ટાનલેક અને સ્પિનર શાકિબ ઉલ હસને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

KKR દ્વારા આપવામાં આવેલા ૧૩૯ રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન શિખર ધવન માત્ર ૭ રન નોધાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે વિકેટકીપર બેટ્સમેન સહાએ ૨૪ રન બનાવ્યા હતા.

SRH ટીમના કેપ્ટન કેન વિલિયમસને એક છેડો સાચવી રાખી ૫૦ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ ઉલ હસને સાથ આપતા ૨૧ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. જો કે ત્યારબાદ સ્ફોટક બેટ્સમેન યુસુફ પઠાણે માત્ર ૭ બોલમાં ૧૭ રન ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. કોલકત્તા તરફથી સ્પિન બોલર સુનિલ નરીને ૨ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર જોહનસન, કુલદીપ યાદવ અને પિયુષ ચાવલાએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.