Vadodara News: વડોદરામાં શિક્ષણ વ્યવસ્થાને લઈને બે અલગ-અલગ ઘટનાઓ ચર્ચાનો વિષય બની છે. લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ-6ના વિદ્યાર્થી (Teacher Assault Student)ને શિક્ષકે માર માર્યાનો આરોપ લાગ્યો છે, જ્યારે રોઝરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સજાના ભાગરૂપે પ્રેયર હોલના ચક્કર લગાડવાની ઘટનામાં PT શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.
લિટલ ફ્લાવર સ્કૂલમાં શું બન્યું?
વિદ્યાર્થીના પરિવારના જણાવ્યા મુજબ, ધોરણ-6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી (Teacher Assault Student) બીજા દિવસે શાળાએ જવા તૈયાર ન થતાં તેણે જણાવ્યું કે અગાઉના દિવસે શિક્ષકે તેને લાફા માર્યા હતા. પરિવારનો દાવો છે કે બાળકના કાન અને ગળાના ભાગે ઈજા થઈ હતી, જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવો પડ્યો.
બાળકના જણાવ્યા અનુસાર, વર્ગમાં શિક્ષકના જન્મદિવસની ચર્ચા ચાલતી હતી. ત્યારબાદ તેણે શિક્ષકને “હેપ્પી બર્થડે” કહ્યું, જેના પછી શિક્ષકે ગુસ્સે થઈ તેની સાથે મારપીટ કરી હોવાનો આરોપ છે.ઘટનાની જાણ થતાં વાલીઓ શાળાએ પહોંચ્યા અને બાદમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી. નવાપુરા પોલીસે શિક્ષકને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Teacher Assault Student: શાળા શું કહે છે?
શાળાના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ, વાલીઓ દ્વારા રજૂઆત થતાં જ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષકે પોતાની ભૂલ બદલ માફી માંગી હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે સમગ્ર મામલે સત્તાવાર તપાસ ચાલુ હોવાથી અંતિમ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
DEOએ તપાસના આદેશ આપ્યા
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) મહેશ પાંડેએ જણાવ્યું કે બંને ઘટનાઓની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે. જો તપાસમાં કોઈ શિક્ષક દોષિત ઠરશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રોઝરી સ્કૂલમાં PT શિક્ષક સસ્પેન્ડ
બીજી ઘટનામાં રોઝરી સ્કૂલમાં શિસ્તના ભાગરૂપે કેટલાક વિદ્યાર્થી (Teacher Assault Student)ઓને પ્રેયર હોલના ચક્કર લગાડવાની સજા આપવામાં આવી હતી. તપાસ બાદ શાળા સંચાલન દ્વારા સંબંધિત PT શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.શાળાના જણાવ્યા અનુસાર, આશરે 25 વિદ્યાર્થીઓને ચાલીને ચક્કર લગાડવા કહેવામાં આવ્યું હતું. સંચાલનનું કહેવું છે કે શિક્ષક નવા હોવાથી એક વિદ્યાર્થીની તબિયત અંગે તેમને જાણ નહોતી.
અગાઉ અમદાવાદમાં પણ આવી ઘટનાઓ
તાજેતરમાં અમદાવાદની કેટલીક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના વર્તનને લઈને વિવાદો સામે આવ્યા હતા. આ ઘટનાઓ બાદ ફરી એકવાર શાળાઓમાં શારીરિક સજા, વિદ્યાર્થી સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ચર્ચા શરૂ થઈ છે.શિક્ષણ વિભાગે તમામ શાળાઓને વિદ્યાર્થી (Teacher Assault Student)ઓ સાથે સંવેદનશીલ અને નિયમો અનુસાર વર્તન કરવાની સૂચના આપવાની સાથે આવી ઘટનાઓ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવાનો સંકેત આપ્યો છે.
આ પણ વાંચો:ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષકે માર્યાનો આક્ષેપ, કાનને ઈજા બાદ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:રાજકોટમાં ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીને માર મારવાનો આરોપ, કુરકુરે ખાવાની બાબતે શિક્ષક વિવાદમાં
