વડોદરા,
કરજણના જીથરડી ગામ પાસેનો આગનો બનાવ સામે આવ્યો છે. જીથરડી ગામ પાસે થર્મોકોલ કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા. ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે તજવીજ શુર કરી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
