ગુજરાત પોલીસને ગુજરાત સરકાર અને ગુજરાતનાં પોલીસ વડા દ્રારા ઉઠાવવામાં આવેલા પગલાથી મોટો ફાયદો થયો છે. સરકાર દ્રારા લાંબા સમયથી પેન્ડીંગ ગુજરાત પોલીસ વેલફેર સ્કિમની દરખાસ્તને મંંજૂર કરી દેવામાં આવતા હવે પોલીસ સ્ટાફને પણ વિવિધ લાભો આસાનીથી મળી શકશે. આપને જણાવી દઇએ કે લગભગ ચાર માસથી પણ વધુ સમયથી રાજ્ય પોલીસ વડાનાં વડપણમાં ગુજરાત સરકારને પોલીસ વેલફેર માટેની દરખાસ્ત કરવામા આવી હતી. પરંતુ લોકસભા ચૂંટણીને લઇને સરકાર દ્રારા આ દરખાસ્ત અમલી કરી શકાય ન હતી, ત્યારે ચૂંટણી પૂર્ણ થતા સરકાર દ્રારા આ દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી છે.
ગુજરાતરાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા દ્રારા પોલીસ વેલફેર ફંડની સ્થાઇ કમિટીની મિટીંગમાં પોલીસ કર્મીના સ્વાસ્થય અને આર્થિક ઉથ્થાન માટે મહત્વ પૂર્ણ નિર્ણયોને લેેવામાં આવ્યા હતા. કમિટા સુજાવો મુજબ પોલીસ કર્મચારી, તેમજ કર્મચરીનાં પરિવારનાં સભ્યોનું વાર્ષીક ફ્રી હેલ્થ ચેકઅપ કરવું તેમજ ચેકઅપ રીપોર્ટ શીધો જ ઈ ગુજકોપની સાઇટ પર અપલોડ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તો સાથે સાથે ગંભીર બિમારીનો ડેટા અલગથી તૈયાર કરવાનું અને આવી બિમારીમાં કર્મચારીને તમામ સહાય મળે તે માટે અધિકારીએ માર્ગદર્શન આપવાની પણ ભલામણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સામન્ય સંજોગોમાં પોલીસ કર્મીઓને બેંક કે કોઇ બીજી ફાનાન્સીયલ સંસ્થા પાસેથી લોન મેળવવામાં મોટી સમસ્યાઓ વેઠવી પડતી હોવાની ફરિયાદનાં પગલે પોલીસ કર્મીઓને જરૂરી એવી સામાન્ય રકમની લોન પોલીસ વેલફેર ફંડમાંથી જ આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. તો પૂર્વે આપવામા આવતી વિવિધ લોનની મુદલમાં વધારાનું પણ સુચન કરવામાં આવ્યુંં હતું. સરકાર દ્રારા તમામ સુચનોને માન્ય રાખી મંજૂર કરી દેવામાં આવ્યા છે.
હવે મળશે આટલી મુદ્દલની લોન
પોલીસ કર્મચારીઓના સંતાન પુત્રીના લગ્નમાં રૂ.૫૦ હજાર અને પુત્રના લગ્નમાં રૂ.૩૦ હજારની લોન મંજૂર કરી છે. આ ઉપરાંત ચશ્મા, મોતીયાનું ઓપરેશન, મરણોતર સહાય અને વેલ્ફેર ફંડમાં માનદ સેવા આપતાં કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.
