Ahmedabad News/ અમદાવાદમાં બેફામ ડમ્પર ચાલકે બાઈકસવારનો લીધો જીવ, શીલજ બોપલ બ્રિજ પર અકસ્માતની ઘટના

બોપલ પોલીસે (Bopal Police) ડમ્પર ચાલક વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વધી રહેલા અકસ્માતો (Accident) વચ્ચે વધુ એક ઘટના બની છે. શહેરનાં શીલજ બોપલ બ્રિજ પર જઈ રહેલા એક બાઇક સવારને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવારને ગંભીર ઇજાઓ થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યું હતું. જ્યારે લોકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટલોડિયાનો રહેવાસી ઉમંગ પટેલ જોયસ કેમ્પસમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. અકસ્માત (Accident) થયો ત્યારે તે તેની શીલજમાં રહેતી બહેન કૃપાએ ઉમંગ અને તેના માતાપિતા માટે ભોજન બનાવ્યું હતું. મૃતક બાઇક પર શીલજ જઈ રહ્યો હતો. ત્યારે બ્રિજ પર પહોંચતાની સાથે જ ઝડપથી આવતા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઉમંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય રાહદારીઓએ ડમ્પર રોકી ચાલક ગોવિંદ સોલંકીને પોલીસને સોંપી દીધો હતો. બોપલ પોલીસે (Bopal Police) ડમ્પર ચાલક વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

અગાઉ અમદાવાદ (Ahmedabad)માં શીલજ કેનાલ રોડ પર એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. જેમાં બે યુવાનોના મોત થયા છે. આમ શહેરમાં વધતી જતી ગતિના આતંકે વધુ બે યુવાનોના જીવ લીધા છે. અમદાવાદ (Ahmedabad)ના નવરંગપુરા અને ચાંદખેડા બાદ હવે શીલજમાં વધુ એક અકસ્માત (Accident) ની ઘટના સામે આવી છે.

આ અકસ્માત (Ahmedabad)માં ગાંધીનગર જિલ્લાના રહેવાસી બે યુવાનો, સાળા-બનેવીના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાલોલના નાંદોલી ગામના રહેવાસી વિશાલ ઠાકોર અને ડભોડા ગામના રહેવાસી ભગાજી ઠાકોર શિલાજ કેનાલ રોડ પરથી મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અર્ટિગા કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બંનેનું મોત નીપજ્યું હતું. આ બંને યુવાનો લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

ઘટનાની માહિતી મળતાં જ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપી કાર ચાલકની તાત્કાલિક ધરપકડ કરી લીધી. જેનું નામ શૈલેષ પટેલ છે, જે સાણંદના મોડાસર ગામનો રહેવાસી છે. પોલીસ હવે તે ચકાસણી કરી રહી છે કે કારચાલક નશામાં ધૂત હતો કે નહીં અથવા તો તેણે ડ્ગ્સ લીધું છે કે નહીં તે જોઈ રહી છે. પૈસાના અભિમાનમાં કે ડ્રગ્સના નશામાં બેદરકારીથી વાહન ચલાવીને બીજાના જીવન સાથે રમત રમનારા યુવાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આવા લોકો બેદરકારીથી વાહન ચલાવી રહ્યા છે જાણે તેમને નિર્દોષ લોકોના જીવનની કોઈ પરવા નથી. આવા લોકો બેદરકારીથી વાહન ચલાવી રહ્યા છે જાણે તેમને નિર્દોષ લોકોના જીવનની કોઈ પરવા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ચાંદખેડામાં ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:અમદાવાદમાં શીલજમાં અકસ્માતમાં બેના મોત

આ પણ વાંચો:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત