ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે મેચની છેલ્લી મેચ આજે કેનબરાનાં ઓવલમાં રમાઇ રહી છે. ભારતનાં કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
29 નવેમ્બરનાં રોજ ભારતને બીજી વનડેમાં 29 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મળી છે. ભારતીય ટીમ પ્રથમ મેચમાં 66 રનથી હારી ગઈ હતી. જો ઓસ્ટ્રેલિયા 3-0 થી જીત મેળવે છે, તો ભારતનાં સૂપડૈ સાફ થઇ જશે કારણ કે ન્યૂઝીલેન્ડે આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમને આ રીતે જ પરાજિત કરી દીધું હતું.
આઈપીએલમાં પોતાની શાનદાર બોલિંગથી દરેકનું ધ્યાન ખેંચનાર ટી નટરાજન આજે ટીમ ઈન્ડિયાની વનડે મેચમાં ડેબ્યુ કરી રહ્યો છે. તેને કેપ્ટન વિરાટ કોહલી દ્વારા વનડે કેપ આપવામાં આવી હતી. નટરાજન ભારત તરફથી વનડે મેચ રમનાર 232 મો ખેલાડી બન્યો છે.
3rd ODI. India XI: S Dhawan, S Gill, V Kohli, S Iyer, KL Rahul, H Pandya, R Jadeja, S Thakur, K Yadav, J Bumrah, T Natarajan https://t.co/97Qx91Psa4 #AUSvIND
— ICC Live Scores (@ICCLive) December 2, 2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
