Gandhinagar News/ ગાંધીનગર ખાતે તહેવારોમાં ફૂડ વિભાગની તવાઈ, ભેળસેળયુક્ત ખોરાકનો નાશ કરાશે!

નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળે તે માટે વિભાગે રાજ્યભરમાંથી 800 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેમાં 500 સર્વેલન્સ અને 300 એન્ફોર્સમેન્ટ નમૂનાઓનો સમાવેશ થાય છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: રાજ્યમાં તહેવારોની સિઝનને ધ્યાને રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે ભેળસેળ સામે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળે તે માટે વિભાગે રાજ્યભરમાંથી 800 જેટલા નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેમાં 500 સર્વેલન્સ અને 300 એન્ફોર્સમેન્ટ નમૂનાઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની સૂચનાઓને અનુસરીને, ફૂડ વિભાગે તહેવારો દરમિયાન ફરાળી વસ્તુઓ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તહેવારોની મોસમમાં ફરાળી વસ્તુઓ અને મીઠાઈઓની માંગ અને પુરવઠામાં નોંધપાત્ર વધારો થાય છે, જેનો લાભ લઈને લેભાગુ તત્વો ભેળસેળયુક્ત ખોરાક વેચવાનો પ્રયાસ કરે છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ફૂડ વિભાગે સતત મેગા ડ્રાઇવ શરૂ કરી છે. તાજેતરના ચેકિંગ દરમિયાન, વિભાગે રાજ્યભરમાંથી લગભગ એક ટન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જપ્ત કરીને નાશ કર્યો છે. આમાં નબળી ગુણવત્તાનો માવો, મીઠાઈઓ અને અન્ય ફરાળી વસ્તુઓનો સમાવેશ થાય છે.

ફૂડ વિભાગે નાગરિકોને જાગૃત રહેવા અપીલ કરી છે

ખાસ કરીને તહેવારો દરમિયાન ખરીદી કરતી વખતે. વિભાગે સૂચના આપી છે કે, ગ્રાહકોએ ઓછી કિંમતે વેચાતા માવા અને મીઠાઈઓની ગુણવત્તા ખાસ તપાસવી જોઈએ. આ ઉપરાંત, ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો અને FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) પેકિંગ ધરાવતી વસ્તુઓનો ગ્રાહક નંબર તપાસવો જોઈએ. જો કોઈ ખાદ્ય પદાર્થમાં ક્ષતિ જણાય, તો નાગરિકોને ફૂડ કંટ્રોલ નંબર પર તાત્કાલિક જાણ કરવા વિભાગે જણાવ્યું છે.

ફૂડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું

“અમે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. ભેળસેળ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” આ અભિયાન હેઠળ, રાજ્યના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વિશેષ તપાસ ટીમો ગોઠવવામાં આવી છે. આ ટીમો બજારો, મીઠાઈની દુકાનો અને ફરાળી ઉત્પાદનોના ઉત્પાદન એકમોનું નિરીક્ષણ કરી રહી છે.

નાગરિકોમાં જાગૃતિ લાવવા

વિભાગે સોશિયલ મીડિયા અને જાહેર સ્થળોએ પણ અભિયાન ચલાવ્યું છે, જેમાં ગ્રાહકોને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા અને શંકાસ્પદ વસ્તુઓની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પગલાંથી રાજ્યમાં તહેવારો દરમિયાન શુદ્ધ અને સલામત ખોરાકની ખાતરી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મગફળી ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન, કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે

આ પણ વાંચો: કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યું આશ્વાસન, પાક નુકસાનીનો સર્વે કરશે

આ પણ વાંચો: અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ