Gandhinagar News: કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલે (Raghavji Patel) આ વખતે થયેલા કમોસમી વરસાદ (Unseasonal Rain)થી ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. વરસાદે તારાજી સર્જતા સરકારે પાક નુકસાની સર્વે ફરી શરૂ કર્યો છે. સરકારને તાત્કાલિક રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ખેડૂતો (Farmers)ને પાકનું નુકસાન વેઠવું ન પડે તે માટે આશ્વાસન આપી કૃષિમંત્રી રાઘવજી પટેલે પાક નુકસાનીનો સર્વે ફરી શરૂ કર્યો છે. ગુજરાતમાં આ વખતે ભર ઉનાળામાં કમોસમી વરસાદે પાક, બિયારણનું ઘણું નુકસાન કર્યુ છે. તારાજી સર્જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ પાકના નુકસાનની ભરપાઈ કરવા સરકાર પાસે જરૂરી મદદ માંગી છે, ત્યારે કૃષિમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કેરીનાં પાકને નુકસાન થવાની અનેક રજુઆતો મળતાં કૃષિ વિભાગને તાત્કાલિક રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.
તેમજ મગફળી, કપાસ, બાજરી, ઘઉં, ખરીફ પાક, બિયારણ સહિત પાકને ભારે નુકસાન પહોંચતા નિર્ણય લેવાયો છે. આંબા પરથી સમય પહેલા કેરી પડી જતાં બજારમાં ઊંચા ભાવ બોલાતા નથી. ગંજબજારોમાં ખેડૂતોને પૂરતી રકમ પણ મળી રહી નથી. વગેરે ફરિયાદોનાં આધારે સરકારે ખેડૂતોને મદદ થવા પ્રયત્નો કરશે તેમ હૈયાધારણા આપી હતી. અતિવરસાદથી લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા પાક પલળી ગયો હતો. કેટલાક વિસ્તારોમાં પાકને રસ્તા પર સુકવવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો:કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, કરોડો ખેડૂતોને થશે ફાયદો
આ પણ વાંચો:મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, ખેતીની જમીનોને લઈ પ્રોસેસિંગ ફી નક્કી કરાઈ
આ પણ વાંચો:હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી
