Gujarat News/ હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી

ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા

Top Stories Gujarat

Gujarat News : ખેતી નિયામકની કચેરીએ  હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં કેટલીક સાવચેતી રાખવા પગલા સુચવ્યા છે.

* ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
* વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
* જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
* ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
* પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
* બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
* પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
* પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
* બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથમાં 31 ડિસેમ્બર પૂર્વે વેરાવળના બંદરમાં પોલીસનું સઘન ચેકીંગ

આ પણ વાંચો: જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત

આ પણ વાંચો: વેરાવળમાં સરકારે ડિમોલિશન કરી, જમીનનો કબજો લીધો,ઓલિયા એ દીન કમિટીની ડિમોલિશન છેલ્લે જે છે તે સ્થિતિ જાળવવાની માગ HCએ નકારી