Surat News: સુરત (Surat)ની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital)ના રેડિયોલોજી વિભાગમાં કામ કરતા એક ડોક્ટરે પોતાના હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. તબીબે આ પગલું કેમ ભર્યુ તે દિશામાં ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં 26 વર્ષીય તબીબે બોયઝ હોસ્ટેલ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. હોસ્ટેલમાં રહેતા અન્ય ડોક્ટર તેમને સારવાર માટે ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. જોકે, ડોક્ટરે આ પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મૂળ બેંગલોરના 26 વર્ષીય ડૉ. લોકેશ એ. દેવાંગ હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં R-2 તરીકે કાર્યરત હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં હોસ્ટેલમાં રહેતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડૉ. લોકેશ દેવાંગે સાંજે પોતાના રૂમમાં ગળાફાંસો ખાધો હતો. તેમના સાથી ડોક્ટરોને ઘટનાની જાણ થતાં ઝડપથી હોસ્ટેલનાં રૂમમાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. જોકે, બે-ત્રણ કલાકની સારવાર બાદ ફરજ પરના ડૉક્ટરે લોકેશને મૃત જાહેર કર્યો હતો. હાલમાં ડૉ. લોકેશની આત્મહત્યા પાછળ કોઈ કારણ બહાર આવ્યું નથી. ખટોદરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે
પોલીસે આત્મહત્યા પાછળના કારણો શોધવા માટે વધુ તપાસ કરી રહી છે. ડૉક્ટરે આત્મહત્યા (Suicide) કર્યા બાદ ન્યૂ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લોકો આઘાતમાં છે. માહિતી મુજબ તબીબનો સાથી મહિલાકર્મી સાથે ઝઘડો થયો હતો. ડૉક્ટર લોકેશને ઘરે રવાના કરી દેવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાની ચર્ચા થઈ રહી હતી. ત્યારે જરૂરી દંડનીય કાર્યવાહી થવાનો ડર હતો કે કોઈ પ્રેમ પ્રકરણ? તબીબના આપઘાત પાછળ અનેક શંકા-કુશકાઓ પેદા થઈ છે.
આ પણ વાંચો:ગુજરાતમાં છ મહિનામાં 60થી વધુ હીરાઘસુઓની આત્મહત્યા
આ પણ વાંચો:ભાવનગરમાં સાસરિયાઓના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયત્ન
આ પણ વાંચો:‘હું જઈ રહી છું, તને પ્રેમ કરું છું…’, માતાએ ઠપકો આપ્યા બાદ 16 વર્ષની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

