Gujarat News : આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ખૈલેયાએ ગરબે રમવા થનગની રહ્યા છે. બીજીતરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રી દરમ્યાન કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે.
જેમાં આગામી 25 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે, એમ તેમણે કહ્યું હતું. જેમાં 27, 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોમ્બર સુધી વરસાદ પજેશે, એવી આગાહી તેમણે કરી છે. તે સિવાય રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડશે, એમ તમણે કહ્યું હતું.
બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાંઆવી છે. જેમાં સુરત આહવા ડાંગ,દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર હળવદ,પાટડી, પાટણ ,પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદ પડશે.
તે સિવાય બનાસકાંઠા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં પણ વરસાદ પડશે, આ સિસ્ટમ 3 ઓક્ટોમ્બર સુધી સક્રિય રહી શકે છે. તે સિવાય 18 થી 27 ઓક્ટોમ્બરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે.
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓની બદલી
