Mehsana News : અમૂલની વિવિધ પ્રોડક્ટસ પર હવેથી QRકોડ જોવા મળશે.અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમૂલે ગ્રાહકોને અસલી ઉત્પાદનો મળે તે માટે આ પહેલ કરી છે.
જેમાં તેમણે ગ્રાહકો માટે ક્વિક રિસ્પોન્સ (QR) કોડની પહેલ કરી છે. જેને લઈને અમૂલના તમામ ઉત્પાદનો પર હવેથી QR કોડ હશે. જેમાં QR કોડ સ્કેન કરીને ઉત્પાદનની માહિતી મેળવી શકાશે.
ઉપરાંત ઉત્પાદન કઈ ડેરીમાં બન્યું છે તે પણ જાણી શકાશે. જેને લઈને બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવી શકાશે. આમ તબક્કાવાર રીતે તમામ ઉત્પાદનો પર QR કોડ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: Narmada News/મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર
આ પણ વાંચો: Vadodara News/ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આપી પેરોલની મંજૂરી, કોર્ટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા
આ પણ વાંચો: Bharuch news/ભાજપના સાસંદ મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે લાલઘૂમ,ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા
