Banaskantha News/ ભાભરના ખેડૂતોએ રાતભર કેનાલમાં કર્યુ વિરોધ પ્રદર્શન, પિયત માટે પાણી છોડવાની કરી માંગ

કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

Gujarat

Banaskantha News : બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોનો વિરોધ યથાવત છે. કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે. રાતે કેનાલમાં બેસી ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો અને પાણી નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.ખેડૂતો વિરોધ પ્રદર્શન અંતર્ગત રાત્રિના સમયે કેનાલમાં બેઠા હતા અને સનેડો લલકાર્યો હતો.

જિલ્લાના સરહદી પંથકમાં દર વર્ષે શિયાળુ સીઝન દરમિયાન પિયત કરવા માટે કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે. પંથકના ખેડૂતો કેનાલના પાણીથી જીરૂ, ઇસબગુલ, એરંડા, વરિયાળી, રાયડો જેવા પાકોનું વાવેતર કરે છે. પરંતુ ગત 15 માર્ચથી કેનાલોમાં નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અધિકારીઓ કહે છે કે ‘દર વર્ષે સામાન્ય રીતે 15 માર્ચથી પાણી બંધ કરવામાં આવે છે. 15 માર્ચથી પાણી બંધ કર્યા બાદ ચાર-પાંચ મહિના માટે કેનાલનું રીપેરીંગ કે નિરીક્ષણ સહિત બીજું કોઈ કામ કરવાનું હોય તો પાણી બંધ કર્યા પછી જ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

આ પણ વાંચો:સુરતમાં નશાનો વેપાર કરતો આરોપી ઝડપાયો,પોલીસથી બચવા દરગાહમાં રહેતો

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો