Gujarat Weather News: ગુજરાત (Gujarat) ના હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીના મોજાની આગાહી સાથે વાવાઝોડા (Storms)ની પણ શક્યતા છે. ગુજરાતમાં ઓરેન્જ હીટ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી છે.
આવી સ્થિતિમાં, વિચિત્ર હવામાન પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા છે. ગુજરાતમાં વરસાદની શક્યતાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે, એક તરફ કેરીની મોસમ શરૂ થઈ રહી છે, બીજી તરફ વરસાદે ચિંતા વધારી દીધી છે, જ્યાં ફળો હજુ નાના છે અથવા ફૂલો ખીલી રહ્યા છે, ત્યાં વરસાદ અને જોરદાર પવનને કારણે ફૂલો કે નાના ફળો ખરી પડશે તેવી ચિંતા વધી રહી છે.
હવામાન વિભાગે આજે રાજ્યમાં ઓરેન્જ અને યલ્લો રંગની એલર્ટ સાથે ગરમીના મોજાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં આજે પોરબંદરમાં ગરમીના મોજાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, કચ્છ અને દીવમાં ગરમીના મોજાનું પીળું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં દિવસ દરમિયાન તીવ્ર ગરમી પરેશાન કરી શકે છે અને વરસાદની પણ અપેક્ષા છે.
એટલુજ નહીં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરી છે. જેમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વીજળીના કડાકા સાથે હળવા વાવાઝોડાની શક્યતા છે. જેમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી આગાહી, રાજ્યમાં કમોસમી માવઠું થઈ શકે