Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલ (Ahmedabad Chanakya School)માં ધોરણ-10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી (Student)ને શિક્ષકે લાફો માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ આ ઘટનામાં વિદ્યાર્થીના ડાબા કાનને ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
Ahmedabad Chanakya School:વાલીઓએ લેખિત ખાતરીની માંગ કરી
મળતી માહિતી મુજબ, પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થી અન્ય મિત્રો સાથે શાળા (Ahmedabad Chanakya School)ના મેદાનમાં બેઠો હતો. તે દરમિયાન એક શિક્ષકે વિદ્યાર્થીને બોલાવી તેના ગાલ પર જોરદાર તમાચો માર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટના બાદ વિદ્યાર્થીને કાનમાં દુખાવો અને સાંભળવામાં તકલીફ શરૂ થઈ હતી.
પરિવારજનો વિદ્યાર્થીને તાત્કાલિક ઈએનટી નિષ્ણાત પાસે લઈ ગયા હતા. તબીબી તપાસમાં કાનને ઈજા થઈ હોવાનું જણાયું હતું. હાલ વિદ્યાર્થીને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને આગામી સારવાર અંગે નિર્ણય તબીબી સલાહ મુજબ લેવામાં આવશે.
ઘટના બાદ વિદ્યાર્થીના વાલીઓ અને શાળા (Ahmedabad Chanakya School) સંચાલન વચ્ચે બેઠક યોજાઈ હતી. વાલીઓએ માંગ કરી છે કે જો ભવિષ્યમાં વિદ્યાર્થીને કાન સંબંધિત કોઈ કાયમી તકલીફ ઊભી થાય તો તેની તબીબી અને આર્થિક જવાબદારી અંગે શાળા (Ahmedabad Chanakya School) દ્વારા લેખિત ખાતરી આપવામાં આવે.
આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોન-કોગ્નિઝેબલ (NC) ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઉપલબ્ધ પુરાવા તથા નિવેદનોના આધારે આગળની તપાસ કરવામાં આવશે.
ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોના વર્તન અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત જાળવવાના મુદ્દે ફરી ચર્ચા જગાવી છે. હવે તપાસ અને તબીબી અહેવાલ બાદ સમગ્ર મામલાની વધુ સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો:રાજકોટમાં ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીને માર મારવાનો આરોપ, કુરકુરે ખાવાની બાબતે શિક્ષક વિવાદમાં
આ પણ વાંચો:ધો. 7ના વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર, વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શિક્ષક સસ્પેન્ડ
આ પણ વાંચો:અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો, CCTVમાં કેદ થઈ ઘટના
