ગમખ્વાર અકસ્માત/ ટ્રકે અડફેટે લેતા બાઇક પર જતાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા

ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઘટના સ્થળ પર પહોંચી પરિવારને સાંત્વના આપી હતી

Gujarat Others

   રાજય માં હવે કોરોના કેસ ઘટતા  દિવસેને દિવસે અકસ્માતના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ક્યારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે  તેમાં  ઘણા લોકો ના મૃત્યુ પણ થતા હોય છે . ત્યારે આજે જ અમરેલી ના રાજુલાના ચારનાળા રોડ  રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે  અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા.અકસ્માતમાં  માતા,પિતા અને પુત્રનું ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી મુજબ ટ્રક ચાલક સ્પીડમાં ચલાવતો હોવાથી  તેમનો કાબુ ના રહ્યો જેમના લીધે આ ગંભીર  અકસ્માત સર્જાયો હતો .જેમના કારણે લોકો માં શોકનો માહોલ સર્જાયો હતો .ઘટનાની ખબર પડતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળ ની તપાસ હાથ ધરી છે .આ ત્રણેય મૃતક રાજુલાના ચોત્રા ગામના દેવીપૂજક પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી ઘટના સ્થળ પર પહોંચી પરિવારને સાંત્વના આપી હતી.