Gandhinagar News/ ગાંધીનગર ફાયર ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, NOC રિન્યૂઅલમાં ACBનો સપાટો

Gandhinagar Fire Officer Bribe: ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલ રૂ.20 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા. ફાયર NOC રિન્યૂઅલના બદલામાં લાંચ માગ્યાનો આક્ષેપ.

Gujarat Gandhinagar Top Stories
Gandhinagar Fire Officer Bribe: 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Gandhinagar News: રાજ્યમાં ફાયર વિભાગ સાથે જોડાયેલો વધુ એક લાંચનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર(Gandhinagar Fire Officer Bribe) તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બાબુલાલ પટેલને રૂ.20 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફાયર NOCના રિન્યૂઅલના બદલામાં લાંચની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

ફાયર NOC રિન્યૂ કરવા માટે રૂ.20 હજારની માગણી

મળતી માહિતી મુજબ, ફરિયાદીએ ફાયર NOCના રિન્યૂઅલ (Fire NOC Bribe) માટે ગાંધીનગર ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે NOC રિન્યૂ કરી આપવા માટે રૂ.20 હજારની લાંચની માગણી કરી હોવાનો આક્ષેપ છે.ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ભરૂચ ACB પોલીસ (Gandhinagar ACB) સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ સમગ્ર મામલે ટ્રેપ ગોઠવી હતી.

Gandhinagar Fire Officer Bribe: પોતાની જ ચેમ્બરમાં લાંચ સ્વીકારતા ACBએ ઝડપી પાડ્યા

ACBના આયોજન મુજબ ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ લાંચની રકમની લેવડદેવડ નક્કી કરવામાં આવી હતી.આ દરમિયાન આરોપી રાજેશકુમાર બાબુલાલ પટેલે ફરિયાદી પાસેથી રૂ.20 હજારની લાંચ સ્વીકારતાં જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાંચ વર્ષમાં ફાયર વિભાગના 7 અધિકારીઓ ACBની ઝપટે

ગાંધીનગરના આ કેસ સાથે ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારના અગાઉના કેસો ફરી ચર્ચામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફાયર બ્રિગેડ સાથે સંકળાયેલા 7 અધિકારીઓ ACBની કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા હોવાની માહિતી સામે આવી છે.આ કેસના લગભગ દોઢ મહિના પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર પણ રૂ.36 હજારની લાંચ લેવાના કેસમાં ACBના હાથે ઝડપાયા હતા.

2022માં પણ ફાયર વિભાગના અધિકારી સામે ACBની કાર્યવાહી

વર્ષ 2022માં પણ ગાંધીનગરમાં ફાયર સેફ્ટી સંબંધિત કામમાં લાંચનો હાઇ-પ્રોફાઇલ કેસ સામે આવ્યો હતો. ગાંધીનગર ગિફ્ટ સિટી સ્થિત રેવા બિલ્ડિંગ અને રાયસણ ખાતેની અંતરીક્ષ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સંબંધિત કામ માટે પ્લાન મંજૂરી અને પ્રી-NOC મેળવવા માટે કરવામાં આવેલી અરજીના બદલામાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર મહેશ રવિદાન મોડ ACBના ટ્રેપમાં ઝડપાયા હતા.

શું 2022ના ફરિયાદીનો આ કેસ સાથે પણ સંબંધ છે?

ફાયર વિભાગના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે 2022માં મહેશ મોડ સામે ફરિયાદ કરનાર વ્યક્તિએ જ આ વખતે રાજેશ પટેલ સામેની ફરિયાદમાં પણ ભૂમિકા ભજવી છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ સંબંધિત સત્તાવાળાઓ તરફથી થવી બાકી છે. તેથી આ બાબતને હાલ માત્ર ચર્ચા અથવા અહેવાલ તરીકે જ જોવી જરૂરી છે.ફાયર NOC જેવી મહત્વની મંજૂરીની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી સામે લાંચનો કેસ સામે આવતા ફાયર વિભાગની કામગીરી અને પારદર્શિતા અંગે ફરી સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો: ₹21 હજારની લાંચ લેતા GERIના બે અધિકારી ઝડપાયા, પોઝિટિવ રિપોર્ટ માટે માગી હતી લાંચ

આ પણ વાંચો: 13 શિક્ષકોને ક્લીનચીટ અપાવવા ₹10 લાખની લાંચની ઓફર? નોબેલ આયુર્વેદિક કોલેજના બે સામે CBI FIR

આ પણ વાંચો: ડીસા રેલવે સ્ટેશન પર ACBનો સપાટો: ₹500ની લાંચ લેતા ચીફ બુકિંગ ક્લાર્ક ઝડપાયા