Vadodara News/ વડોદરામાં સ્કૂલ વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ; 406 સ્કૂલ વાહનો દંડાયા

Vadodar News : વડોદરા(Vadodara) ટ્રાફિક શાખા દ્વારા પૂર્વ/પશ્ચિમ ઝોનમાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીને અલગ અલગ ટીમો બનાવીને કુલ 406 સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Gujarat Vadodara

Vadodara News : વડોદરા (Vadodara) શહેર ટ્રાફિક શાખાના અધિકારી અને કર્મચારીઓની શહેર વિસ્તારમાં ટીમો બનાવી, વડોદરા શહેરમાં આવેલ સ્કૂલો ખાતે સ્કૂલ વાન/રીક્ષા ચાલકો વાહનોમાં સ્કૂલના બાળકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલ મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડતા હોય તેવા વાહનચાલકો વિરૂદ્ધ તા. 28/11/2024થી તા. 04/12/2024 દરમિયાન ડ્રાઈવ રાખી, ટ્રાફિક શાખા પૂર્વ/પશ્ચિમ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી, ઉપરોક્ત નિયમોનું ભંગ કરતાં કુલ 406 સ્કૂલ વાન અને રીક્ષાચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

વડોદરા ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, આ કામગીરી આગામી સમયમાં પણ કરવામાં આવનાર છે. જેથી, સ્કૂલ રીક્ષા/સ્કૂલ વાહન ચાલકોને વાહનોમાં નિયત મર્યાદા કરતાં વધુ બાળકો ન બેસાડવા, રોંગ સાઈડ વાહન ન ચલાવવા, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

વડોદરા (Vadodara) શહેર પોલીસ કમિશનરની સૂચનાથી અગાઉ સ્કૂલ રીક્ષા/વાહન ચાલકો સાથે મિટિંગ કરીને સ્કૂલ વાહન અને સ્કૂલ રીક્ષાચાલકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલી મર્યાદા કરતાં વધુ બાળકો વાહનમાં ન બેસાડવા અને સ્કૂલોમાં બાળકોને લાવવા-લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતિ સુનિશ્ચિત કરવા જરૂરી છે.

સ્કૂલ વાનનું RTOમાં ટેક્સી પાસીંગ કરાવવા, સ્કૂલ વર્ધીનું વાહન અને તેમાં લાવવા લઈ જવાના વિધાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પી.યુ.સી., ફીટનેશ હોવા જોઈએ, ડ્રાઈવર પાસે વેલીડ ડ્રાઈવીંગ લાયસન્સ હોવું જોઈએ, સ્કૂલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ-પાછળ સ્કૂલ રીક્ષા, સ્કૂલ વાન અવશ્ય લખવું, દરેક વાહનમાં પ્રાથમીક સારવારની પેટી, અગ્નીશામક સાધનો, સ્કૂલ વાન/રીક્ષામાં દફતર બહાર લટકાવવા નહીં તેમજ બાળકોની સલામતિ અન્વયે સ્કૂલ રીક્ષા/વાન ચાલકોને વિગતવાર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: નિયમોનું પાલન ન કરનાર સ્કૂલ વાન સંચાલકો અને 30 સ્કૂલ વાહનોને કરાયો દંડ

આ પણ વાંચો: વડોદરા :ઘેટાં બકરાની જેમ છોકરાઓ ભરતા 31 સ્કૂલ વાહનો ડિટેન કરાયા

આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ વાહનોમાં અને બીઆરટીએસમાં નિયમ મુજબ જ મુસાફરો ભરવા કલેક્ટરનો આદેશ