રાજકોટ/ રાજકોટમાં સ્કૂલ વાહનોમાં અને બીઆરટીએસમાં નિયમ મુજબ જ મુસાફરો ભરવા કલેક્ટરનો આદેશ

રાજયમાં  શાળાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી ગયું હોય, તંત્ર દ્વારા શાળાઓને તકેદારી રાખવાની તથા શંકાસ્પદ કેસ જણાયે તુરંત જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

Gujarat Rajkot
Untitled 50 1 રાજકોટમાં સ્કૂલ વાહનોમાં અને બીઆરટીએસમાં નિયમ મુજબ જ મુસાફરો ભરવા કલેક્ટરનો આદેશ

રાજયમાં  હવે કોરોના કેસ  ઘટતા જોવા  મળી રહ્યા છે ત્યારે હવે  ઓમીક્રોનના  કેસો  ગુજરાતમાં વધતાં જોવા મળી રહ્યા છે .  મહત્વનુ છે કે    રાજકોટમાં સ્કૂલમાં  કોરોના કેસ  આવતા તંત્ર સફાળે જાગતું થયું છે . સ્કૂલમાં  કોરોના  કેસ  આવતા કલેક્ટર દ્વારા  જેમાં સ્કૂલ રિક્ષાઓમાં અને બીઆરટીએસમાં નિયમ મુજબ જ મુસાફરો ભરવા કલેક્ટરે લગતા વિભાગોને આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો ;રાત્રિ કરફ્યુ / ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31 ડિસેમ્બર સુધી લંબાવાયો …..

મહતવનું  છે ગુજરાતમાં  ઓમીક્રોનના  કેસ રાજકોટની આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૩ વર્ષના યુવકને ઓમીક્રોન વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા છેલ્લા ત્રણ દિવસથી તેમને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે નિરીક્ષણ હેઠળ રખાયા હતા. અને તેમનું સેમ્પલ લઈને વધુ તપાસ અર્થે ગાંધીનગર મોકલવામાં આવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે તાન્ઝાનિયાથી આવેલા લોકો પણ શંકાસ્પદ હોય આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી આવેલ એક વ્યક્તિ પણ શંકાસ્પદ જણાઈ આવ્યો છે. આ ત્રણેય લોકોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. હાલ તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્રણેય રિપોર્ટ એકાદ બે દિવસમાં આવી જાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો ;ગાંધીનગર / આપ નેતા ઇસુદાન ગઢવીએ અમારી છેડતી કરી છે, BJP મહિલા નેતાઓના ગંભીર આરોપ

રાજયમાં  શાળાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી ગયું હોય, તંત્ર દ્વારા શાળાઓને તકેદારી રાખવાની તથા શંકાસ્પદ કેસ જણાયે તુરંત જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. વધુમાં શાળાઓમાં તકેદારી રાખવામાં આવી રહી છે. પણ વિદ્યાર્થીઓ જે સ્કૂલવાનમાં શાળાએ જાય છે તેમાં બેદરકારી દાખવી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરવામાં આવતા હોય, તેવું ધ્યાને આવતા કલેક્ટર દ્વારા આરટીઓને ચેકીંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.