વલસાડ/ વાપીમાં સર્જાઈ એક મોટી દુર્ઘટના, દીકરાની અંતિમયાત્રામાં ઢળી પડતા માતાનું પણ થયું મોત

વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને ત્યારબાદ તેઓનું પણ મોત થયું છે, જેના કારણે માતા-પુત્રને આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Gujarat Others
દીકરાની અંતિમયાત્રામાં

વલસાડમાં ઔદ્યોગિક સીટી તરીકે ઓળખાતા વાપીમાં એક મોટી ઘટના સામે આવી છે, જેને લઈને પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યાં વાપીમાં દીકરાની અંતિમયાત્રામાં જ માતા ઢળી પડી અને ત્યારબાદ તેઓનું પણ મોત થયું છે, જેના કારણે માતા-પુત્રને આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં પતિએ પત્નીને માથામાં કુકર મારી ઉતારી મોતને ઘાટ

દીકરાની અંતિમયાત્રામાં માતાનું પણ મોત 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વાપીના ટાંકીફળિયા વિસ્તારમાં સુભાષ ભાઈ નામના 50 વર્ષીય વ્યક્તિ રહેતા હતા અને તેઓ ડ્રાઇવિંગ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. જોકે આ યુવક ઘણાં લાંબા સમયથી બીમાર હતો અને લાંબી માંદગી બાદ આ યુવકનું શુક્રવારે રાત્રે ઘરે જ મૃત્યુ થયું હતું.

તેઓના નિધન બાદ અંતિમ યાત્રા નીકળી હતી અને આ અંતિમ યાત્રા માં પરિવારજનો સાથે યુવકની માતા પણ જોડાઈ હતી.  જોકે અંતિમ યાત્રામા નીકળેલ દીકરાની માતાને અચાનક ચક્કર આવી જતા તે ઢળી પડ્યા હતા અને પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ ત્યારબાદ માતાને ફરજ પર હાજર ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતકોને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ, સ્મશાનમાં કરાયું…

દીકરા અને માતા એમ બંનેનું નિધન થતા અંતે પરિવારજનો દ્વારા માતા અને પુત્રને નામધા સ્મશાનમા આજુબાજુમાં જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત, પરિવારમાં છવાયો શોક

આ પણ વાંચો :હિંમતનગરમાં જર્મનીનો દુલ્હો અને રશિયાની દુલ્હને કર્યા હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન

આ પણ વાંચો :સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો