Gujarat News: વડોદરાના હરણી તળાવ ખાતે દુર્ઘટના સર્જાતા 100 થી વધુ શાળાઓએ પ્રવાસનો કાર્યક્રમ રદ કર્યો છે. શાળાઓ દ્વારા વાલીઓને પત્ર લખીને નિર્ણયની જાણ કરવામાં આવી હતી.
સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતા પૂર્વે શાળાઓએ જીલ્લા શિક્ષણાધિકારી પાસેથી પ્રવાસની મંજૂરી લેવી પડતી હોય છે. પત્રમાં જણાવાયું હતું કે, 18 તારીખે હરણી મોટનાથ તળાવમાં બાળકો અને શિક્ષકોના મોત પર શોક વ્યક્ત કરે છે. શાળા દ્વારા યોજાતી પ્રવૃતિઓમાં શાળાએ કાળજી રાખવી જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓની સલામતીની વાત આવે ત્યારે શાળાઓએ ક્યારેય સમાધાન કરવું ન જોઈએ.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. શાળાઓએ બાળકોના હિત, સુરક્ષા તેમજ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રવાસનું આયોજન કરવું જોઈએ. જે બાળકને જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડે છે. આથી દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખી આ વર્ષે અમે કોઈ પણ પ્રકારની દુર્ઘટના, આશંકા ટાળવા પ્રવાસનું આયોજન રદ કરીએ છીએ.
હરણી તળાવ ખાતે દુર્ઘટના સર્જાતા 100 થી વધુ શાળાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ આ વર્ષે પિકનિક પર જવાનો કાર્યક્રમ રદ કર્યો છે તે નિર્ણયની વાલીઓને પત્ર દ્વારા જાણ કરી હતી. તેમજ શિક્ષણાધિકારીની કચેરીને પત્ર લખીને પ્રવાસ રદ કર્યાની જાણ કરાઈ રહી છે.
આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા
આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ
આ પણ વાંચો:ram mandir/રામ મંદિરની આશામાં આ વૃદ્ધે 1992થી પગરખાં ન પહેર્યા, અમદાવાદથી ઉઘાડા પગે સાઇકલ ચલાવીને પહોંચ્યા અયોધ્યા