દિલ્હીમાં આમ આદમી પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે, ત્યારે દિલ્હીમાં હાર સહન કરી રહેલ કોંગ્રેસ સહિત દેશના તમામ વિરોધપક્ષો એક સુરે કેજરીવાલની જીત અને ખાસ કરીને ભાજપની હારને કારણે ખુશ જોવામાં આવી રહી છે.
કોંગ્રેસનાં એક દિગ્ગજ નેતા દ્વારા તો તેવું પણ જણાવી દેવામાં આવ્યું હતું કે, દિલ્હીમાં કોંગ્રેસની હાલની હાલત અપેક્ષીત જ હતી. તમામ નિવેદનો અને અભિનંદન વચ્ચે નજીકનાં ભવિષ્યમાં જ્યાં ચૂંટણી દસ્તક દેશે તેવા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કેજરીવાલને અભિનંદન આપવાની સાથે સાથે ભાજપ પર માર્મીક પ્રહારો કરવામાં આવ્યા હતા.
મમતા બેનર્જીએ અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવતા પાઠવતા ભાજપને આડે હાથ લીધું હતું અને કહ્યું કે, આ વિકાસ અને લોકોના – લોકો માટે કરેલા કામની જીત છે. લોકોએ ભાજપને નકારી કાઢ્યો છે. મમતા બેનર્જીએ માર્મીક રીતે કહ્યું કે દેશમાં ફક્ત વિકાસ કામ કરશે, બાકી સીએએ, એનઆરસી અને એનપીઆર જેવા એજંડા દેશમાં ચાલશે નહી અને નામંજૂર થશે
https://twitter.com/ANI/status/1227128364181286912?s=20
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.