Not Set/ વિધાનસભા ચૂંટણી LIVE : બપોરે 3 વાગ્યા સુધી મેઘાલયમાં નોધાયું ૪૩ % અને નાગાલેંડમાં ૫૬ ટકા વોટિંગ

મેઘાલય, પૂર્વ ભારતના બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સવાર સાત વાગ્યાથી મતદાન યોજાઈ રહ્યું છે. બંને રાજ્યોની વિધાનસભાની ૫૯-૫૯ બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોરે ૩ વાગ્યા સુધી મેઘાલયમાં ૪૩ ટકા અને નાગાલેન્ડમાં ૫૬ ટકા મતદાન થયું છે. વિધાનસભાની ચૂંટણીને લઇ મતદારોમાં સવારથી જ ભારે ઉત્સાહ જોવા […]

India
વિધાનસભા ચૂંટણી LIVE : બપોરે 3 વાગ્યા સુધી મેઘાલયમાં નોધાયું ૪૩ % અને નાગાલેંડમાં ૫૬ ટકા વોટિંગ

મેઘાલય,

પૂર્વ ભારતના બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સવાર સાત વાગ્યાથી મતદાન યોજાઈ રહ્યું છે. બંને રાજ્યોની વિધાનસભાની ૫૯-૫૯ બેઠકો પર વોટિંગ થઇ રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોરે ૩ વાગ્યા સુધી મેઘાલયમાં ૪૩ ટકા અને નાગાલેન્ડમાં ૫૬ ટકા મતદાન થયું છે. વિધાનસભાની ચૂંટણીને લઇ મતદારોમાં સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેઘાલયના રાજ્યપાલ ગંગા પ્રસાદે પણ મતદાન કર્યું હતું.

મેઘાલયમાં ૧૮ લાખથી વધુ મતદાતાઓ ત્રણ હજાર જેટલા મતદાર કેન્દ્રો પર વોટિંગ કરશે જયારે નાગાલેંડના ૧૧ લાખ ૭૬ હજાર ૪૩૨ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નાગાલેંડમાં પુરુષ મતદાતાઓની સંખ્યા ૫ લાખ ૯૭ હજાર ૨૮૧ છે જયારે મહિલા મતદારોની સંખ્યા ૫ લાખ ૭૯ હજાર ૧૫૧ છે.

બીજી બાજુ નાગાલેંડના તિજિત શહેરમાં એક મતદાન મથક નજીક મંગળવાર સવારે બ્લાસ્ટ થાત એક વ્યક્તિને ઈજા થઇ છે તેમજ બ્લાસ્ટના કારણે મતદાન મથકના ફર્નિચરને પણ નુકશાન પહોચ્યું છે. આ ઉપરાંત અકુલુતો ટાઉનમાં બીજેપી અને એનપીપીએફ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝડપ જોવા મળી હતી.

બંને પૂર્વોત્તર રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે. નાગાલેંડમાં ભારતીય જનતા પાર્ટી નીફિયું રિયોની નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એનડીપીપીના ૪૦ ઉમેદવારો જયારે બીજેપી દ્વારા ૨૦ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં યોજાયેલી નાગાલેંડની ચૂંટણીમાં એનડીપીપીને ૩૮, કોંગ્રેસને ૮, બીજેપીને એક અને એનસીપીને ૪ સીટ મળી હતી જ્યારે અન્યના ખાતામાં ૮ સીટો આવી હતી.

જયારે મેઘાલયમાં ૩૭૦ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. વિધાનસભાની ૫૯ સીટો માટે બીજેપી દ્વારા ૪૭ જયારે કોંગ્રેસ દ્વારા ૫૯ ઉમેદવારોને પાર્ટીની ટીકીટ આપવામાં આવી છે. તાજેતરમાં મેઘાલયમાં કોંગ્રેસની સરકાર છે. ૨૦૧૩માં યોજાયેલી નાગાલેંડની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ ૨૯ સીટો મળી હતી જયારે અન્યમાં ખાતામાં ૧૩ સીટ આવી હતી.

મહત્વનું છે કે, મેઘાલયના પૂર્વ ગારો હિલ્સ જિલ્લામાં ૧૮ ફેબ્રુઆરીના રોજ આઈઇડી વિસ્ફોટમાં રાકાંપાના ઉમેદવાર જોનાથન એન સંગમાના મોત બાદ વિલિયમનગર સીટ પર ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. જયારે નાગાલેંડમાં એનડીપીપી પ્રમુખ નીફિયુ રિયોને ઉત્તરી અંગામી-દ્વિતીય વિધાનસભા સીટ પરથી બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ કારણે બંને રાજ્યોની ૫૯-૫૯ સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે.