Not Set/ ભારત માટે વધતી જનસંખ્યા બનશે મોટો સંકટ, 2050 સુધી દુનિયામાં વસ્તી થઇ શકે છે 1100 કરોડ

ભારત જનસંખ્યા મામલે દુનિયામાં બીજા નંબરનો દેશ છે. આજે નંબર વન પર આજે ચીન આવે છે, પરંતુ જે રીતે ભારતમાં જનસંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે તે જોતા આવનારા વર્ષ 2027 સુધી ભારત, ચીનને પછાડી દુનિયાનો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની શકે છે. યૂએનની દ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસપેક્ટ્સ 2019ની રિપોર્ટ મુજબ ભારતમાં 2019થી 2050 સુધી […]

Top Stories India
D762wp XUAYGSv ભારત માટે વધતી જનસંખ્યા બનશે મોટો સંકટ, 2050 સુધી દુનિયામાં વસ્તી થઇ શકે છે 1100 કરોડ

ભારત જનસંખ્યા મામલે દુનિયામાં બીજા નંબરનો દેશ છે. આજે નંબર વન પર આજે ચીન આવે છે, પરંતુ જે રીતે ભારતમાં જનસંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે તે જોતા આવનારા વર્ષ 2027 સુધી ભારત, ચીનને પછાડી દુનિયાનો સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની શકે છે. યૂએનની દ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસપેક્ટ્સ 2019ની રિપોર્ટ મુજબ ભારતમાં 2019થી 2050 સુધી 27.30 કરોડ લોકો વધી જશે. હાલમાં ભારતની જનસંખ્યા 137 કરોડ છે. બીજી તરફ ચીનની જનસંખ્યાની વાત કરીએ તો તે 143 કરોડ છે.

દરવર્ષે નોંધાઇ રહેલી જનસંખ્યા મુજબ આવનારા સમયમાં ભારત માટે જનસંખ્યા એક મોટો પ્રશ્ન બની શકે તેમ છે. જેના પર સરકાર દ્વારા કોઇ ચોક્કસ પગલા લેવામાં નહી આવે તો જે સંભાવનાઓ હાલમાં દેખાઇ રહી છે તે સત્ય બની શકે છે. આજે ભારત કરતા એક માત્ર ચીન જ એવો દેશ છે કે જ્યા વસ્તી વધારે છે. બીજા નંબર પર ભારત આવે છે પરંતુ જે રીતે જમસંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે તે ભારતને આવનારા સમયમાં નંબર વન બનાવી શકે છે. આપને જણાવી દઇએ કે, ચીનમાં દુનિયાની  19 અને ભારતમાં 18 ટકા વસ્તી રહે છે. 32.90 કરોડની વસ્તીની સાથે અમેરિકા ત્રીજા અને 27.10 કરોડ સાથે ઈંન્ડોનેશિયા ચોછા સ્થાન પર છે. વર્ષ 2050માં સમગ્ર દુનિયામાં વસ્તીમાં 200 કરોડનો વધારો થશે અને કુલ વસ્તી વધીને 970 કરોડ થઇ જશે.

યૂએનની દ વર્લ્ડ પ્રોસપેક્ટ્સ રિપોર્ટ મુજબ જનસંખ્યાની સાથે જ લોકોની ઉંમરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2050 સુધી દર 6માંથી 1 વ્યક્તિ 65 વર્ષથી ઉપરની ઉંમરનો હશે. એટલે કે દુનિયાની 16 ટકા જનસંખ્યા વૃદ્ધ હશે. હાલ 2019માં આ 11 ટકા છે. એટલે કે દર 9માંથી 1 માણસ વૃદ્ધ છે. યૂએનની રિપોર્ટની માનીએ તો આ સદીનાં અંત સુધી ભારતની વસ્તી 150 કરોડ થઇ જશે. જ્યારે જનસંખ્યાને નિયંત્રિત કરવાની નીતિઓનાં કારણે ચીનની વસ્તીમાં ભારત કરતા ઘટાડો જોવા મળશે, એટલે કે ચીનમાં વસ્તી 110 કરોડ પર રોકાઇ જશે. આ લિસ્ટમાં પાકિસ્તાન પાંચમાં નંબરે જોવા મળશે. સૌથી ચોંકાવનારો આંકડો સામે આવતા આ સદીનાં અંત સુધીમાં સમગ્ર દુનિયામાં વસ્તી 1100 કરોડ થઇ જશે. જે દુનિયા માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ આંકડાઓને ખોટા સાબિત કરવા ભારત સરકારને ખૂબ મહેનત કરવી પડી શકે છે. યોગ્ય નીતિ અને તેનુ અમલીકરણ જ આ સંકટથી ભારતને બચાવી શકે છે. ત્યારે જોવાનું રહેશે કે આ મુદ્દે ભારત સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.