Title winning/ ફાઇનલમાં વિશ્વની નંબર વન જોડીને હરાવીને સાત્વિક-ચિરાગે વર્ષનો ત્રીજો ખિતાબ જીત્યો

ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયાંટોને હરાવી કોરિયા ઓપન સુપર 500 બેડમિન્ટન ખિતાબ જીત્યો. આ વર્ષે આ જોડીનું આ ત્રીજું ટાઈટલ છે.

Top Stories Sports

ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયાંટોને હરાવી કોરિયા ઓપન સુપર 500 બેડમિન્ટન ખિતાબ જીત્યો. આ વર્ષે આ જોડીનું આ ત્રીજું ટાઈટલ છે. આ ટાઈટલ પહેલા સાત્વિક અને ચિરાગે આ વર્ષે ઈન્ડોનેશિયા સુપર 1000 અને સ્વિસ ઓપન સુપર 500 ટાઈટલ જીત્યા હતા. ફાઈનલ મેચમાં ભારતીય જોડીએ વર્લ્ડ નંબર મેન્સ ડબલ્સ જોડીને 17-21, 21-13, 21-14થી હરાવી હતી. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ, ભારતીય જોડીએ જોરદાર વાપસી કરીને ટોચના ક્રમાંકિત ફજર અલ્ફિયાન અને મુહમ્મદ રિયાન અર્દિયાંટોને હરાવી. ટાઈટલ મેચમાં, ભારતીય જોડી પ્રથમ ગેમમાં પાછળ પડી ગઈ હતી પરંતુ વધુ એક ખિતાબ જીત નોંધાવવા માટે મજબૂત પુનરાગમન કર્યુ હતું. જૂનમાં તેમની છેલ્લી ટુર્નામેન્ટ ઇન્ડોનેશિયા ઓપન જીતનાર ભારતીય જોડીએ સતત બીજા ટાઇટલનો દાવો કર્યો હતો.

ફાઈનલમાં શું થયું?
આ જોડી 2023માં તેમની ચોથી ફાઇનલ રમી હતી, વિશ્વની ત્રીજા નંબરની ભારતીય જોડીએ સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટની રોમાંચક ફાઇનલમાં બે વખતની વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા આલ્ફિયન અને આર્ડિયન્ટોની જોડીને 17-21, 21-13, 21-14થી હરાવી. 2022 કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન સાત્વિક અને ચિરાગની આ સતત 10મી જીત હતી. આ વર્ષે સ્વિસ ઓપન, એશિયન ચેમ્પિયનશિપ અને ઇન્ડોનેશિયા ઓપનમાં જીત્યા બાદ ભારતની જોડીએ તેમની સિદ્ધિઓના છોગામાં વધુ એક ટાઇટલ ઉમેર્યું.
એશિયન ગેમ્સના સિલ્વર મેડલ વિજેતા આલ્ફિયાન અને આર્દિયાન્ટો સામે ભારતીય જોડીએ કુલ ચાર મેચ રમી હતી અને રેકોર્ડ 2-2 થી બરાબર રહ્યો હતો. જોકે, અગાઉની બંને મેચો ભારતીય જોડીએ જીતી હતી અને આત્મવિશ્વાસ તેમની સાથે છે. જેનો ફાયદો ઉઠાવીને ભારતીય જોડીએ જોરદાર વાપસી કરી હતી. શરૂઆતની ગેમમાં હાર્યા બાદ ભારતીય જોડીએ બાકીની બે ગેમ જીતીને મેચ પર કબજો જમાવ્યો હતો.
આ મેચમાં ભારતીય જોડી શરૂઆતમાં થોડી નબળી દેખાતી હતી અને તેણે ઘણી ભૂલો કરી હતી. સાત્વિક-ચિરાગે ઇન્ડોનેશિયાની જોડીને પ્રથમ ગેમમાં બ્રેક પર સાત પોઇન્ટનો ફાયદો અપાવ્યો હતો. ભારતીય જોડીએ ત્યારબાદ છ પોઈન્ટ જીતવા માટે લડત આપી પરંતુ અંતે 17-21થી ગેમ હારી ગઈ.

પુનરાગમન

બીજી ગેમમાં શરૂઆતથી જ ભારતીય જોડીએ સરસાઈ મેળવી લીધી હતી અને લીડ લીધા બાદ ઈન્ડોનેશિયાના ખેલાડીઓને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી. શરૂઆતમાં, ભારતે થોડી સરસાઈ મેળવી હતી, પરંતુ બાદમાં સાત્વિક-ચિરાગે ઝડપી ગતિએ પોઈન્ટ બનાવ્યા અને મેચ 21-13ના માર્જીનથી જીતી લીધી.
સાત્વિક અને ચિરાગ ત્રીજી ગેમમાં નિયંત્રણમાં દેખાતા હતા અને ઇન્ટરવલમાં જતા પહેલા 9-6ની લીડ મેળવીને તેને 11-8 કરી હતી. ભારતીયો વધુ આક્રમક હતા અને વિશ્વની નંબર 1 જોડીને દબાણમાં રાખવામાં સફળ રહ્યા હતા. ચિરાગના ઇન્ટરસેપ્શનથી ભારતીયોને 13-10 પર ત્રણ પોઈન્ટની લીડ જાળવી રાખવામાં મદદ મળી. આલ્ફિયાન અને આર્ડિઆન્ટો નિસ્તેજ દેખાઈ રહ્યા હતા કારણ કે તેમના માર્ગે કંઈ જ નહોતું થઈ રહ્યું. સાત્વિક અને ચિરાગનું વર્ચસ્વ હતું અને ટૂંક સમયમાં સ્કોર 18-12 થઈ ગયો હતો. આ પછી ભારતીય જોડીએ ઝડપથી મેચ પૂરી કરી. તેઓએ 21-14ના માર્જિનથી ગેમ જીતી અને ગંગનમ શૈલીમાં તેમની જીતની ઉજવણી કરી.

સેમીફાઈનલમાં રોમાંચક વિજય થયો હતો
શનિવારે, ભારતીય જોડીએ લિયાંગ વેઇ કેંગ અને વાંગ ચાંગની વિશ્વની બીજા નંબરની ચાઇનીઝ જોડી સામે રોમાંચક સીધી ગેમમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વની ત્રીજા નંબરની ભારતીય જોડીએ જિન્નમ સ્ટેડિયમમાં 40 મિનિટની મેચમાં બીજી ક્રમાંકિત ચીની જોડી સામે 21-15, 24-22થી જીત નોંધાવી હતી. અગાઉની બે હાર બાદ સાત્વિક અને ચિરાગની ચીનની જોડી સામે આ પ્રથમ જીત હતી. જોડી બનાવી ત્યારથી, સાત્વિક અને ચિરાગે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, થોમસ કપમાં ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને સુપર 300 (સૈયદ મોદી અને સ્વિસ ઓપન), સુપર 500 (થાઈલેન્ડ અને ઈન્ડિયા ઓપન), સુપર 750 (ફ્રેન્ચ ઓપન) અને ઈન્ડોનેશિયા ઓપન સુપર 100માં જીત સહિત અનેક ટાઈટલ જીત્યા છે.

આ પણ વાંચોઃ Unique Incident/ બોયફ્રેન્ડને મળવા આખા ગામની વીજળી કાપી નાખતી યુવતી

આ પણ વાંચોઃ Gujarat Weather/ ભાવનગરમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી

આ પણ વાંચોઃ Convention Center/ G20 મોકલવા માટે ITPO કોમ્પ્લેક્સ તૈયાર, પ્રગતિ મેદાન 123 એકડમાં કેમ્પસ, પીએમ મોદી કરશે ઉદઘાટન

આ પણ વાંચોઃ વરસાદ જ વરસાદ/ સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં

આ પણ વાંચોઃ વરસાદી આફત/ ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી. અનેક હાઈવે કરાયા બંધ: અનેક લોકોનું કરાયું સ્થળાંતર