Breaking News/ રાજસ્થાનમાં બનાસકાંઠાના યાત્રાળુઓની કારનો અકસ્માત: 3ના મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

રાજસ્થાનમાં બનાસકાંઠાના યાત્રાળુઓને ગમખ્વાર અકસ્માત (Accident),નીલગાયને બચાવવા જતા કાર પલટી, 3 લોકોના મોત.

Top Stories Gujarat Others Breaking News
ધાનેરાના યાત્રાળુઓને Accident નડ્યો, ત્રણનાં ઘટનાસ્થળે મોત

Breaking News: રાજસ્થાનના ભારતમાલા રોડ પર બનાસકાંઠા જિલ્લાના યાત્રાળુઓને ગમખ્વાર અકસ્માત (Accident) નડ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, થાવર ગામના યાત્રાળુઓ રણુજાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, રસ્તા પર અચાનક નીલગાય આવી જતા કારચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત (Accident)ની જાણ થતા સ્થાનિક લોકો અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ Accidentમાં મૃત્યુ પામનારાઓના નામ નીચે મુજબ છે:

અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (ઉંમર 35 વર્ષ)
હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (ઉંમર 32 વર્ષ)
યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (ઉંમર 18 વર્ષ)

ઈજાગ્રસ્તોના નામ

અશોક ચૌધરી (ઉ.વ.26)
કમલેશ ચૌધરી (ઉ.વ.30)
આયુષ ચૌધરી, (ઉ.વ.8)


આ પણ વાંચો:રાજસ્થાનમાં ભીષણ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર ટ્રકમાં ઘૂસી ગઈ, 18 યાત્રાળુઓના મોત

આ પણ વાંચો:ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ભયાનક રોડ અકસ્માત, લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકની અડફેટે 7ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ