Youtuber Agastya Chauhan Death/ YouTuber અગસ્ત્ય ચૌહાણનું રોડ અકસ્માતમાં મોત, 300ની સ્પીડે બાઇક ચલાવતી વખતે વીડિયો બનાવી રહ્યો હતો!

અગસ્ત્ય ચૌહાણ દેહરાદૂનનું જાણીતું નામ છે. મોંઘી બાઈક સાથે સ્ટંટ કરીને અને યૂટ્યૂબમાં સ્ટંટના વીડિયો શૂટ કરીને ખ્યાતિ મેળવનાર આ યુવા યુટ્યુબરના મૃત્યુથી લોકો ખૂબ જ આઘાતમાં છે.

Top Stories Entertainment
અગસ્ત્ય ચૌહાણ

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના ફેમસ યુટ્યુબર અગસ્ત્ય ચૌહાણે જે બાઇકની સ્પીડથી સુપર-ડુપર ફેમ હાંસલ કર્યો તેના કારણે તેનો જીવ ગયો. અગસ્ત્ય ચૌહાણે પોતાના આ ખતરનાક શોખને પૂરો કરવા માટે જે રસ્તો પસંદ કર્યો હતો તે તેમના પરિવારના સભ્યો પર પહાડની જેમ તૂટી પડ્યો છે. અગસ્ત્ય ચૌહાણના નિધનથી દેહરાદૂન સહિત દેશભરમાં શોકની લહેર છે. સાથે જ બાઇક સ્ટંટ કરતા યુવાનો માટે એક બોધપાઠ પણ છે કે આટલી વધુ સ્પીડ હંમેશા નામ-પ્રસિદ્ધિ જ નહીં જીવલેણ પણ સાબિત થાય છે. તે જ સમયે, દેહરાદૂનની Drager z 900 YouTube ચેનલે દાવો કર્યો છે કે અગસ્ત્યનું મૃત્યુ હિટ એન્ડ રન કેસ છે.

અગસ્ત્ય ચૌહાણ દેહરાદૂનનું જાણીતું નામ છે. મોંઘી બાઈક સાથે સ્ટંટ કરીને અને યૂટ્યૂબમાં સ્ટંટના વીડિયો શૂટ કરીને ખ્યાતિ મેળવનાર આ યુવા યુટ્યુબરના મૃત્યુથી લોકો ખૂબ જ આઘાતમાં છે. અગસ્ત્ય ચૌહાણના દર્દનાક મૃત્યુ વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયો. વીડિયો શૂટ કરવા માટે દિલ્હી જતા સમયે અગસ્ત્ય યમુના એક્સપ્રેસ વે પર 300 કિમીની ઝડપે કાવાસાકી નિન્જા બાઇક ચલાવી રહ્યો હતો. આ દરમિયાન બનેલા વીડિયોમાં તે કહેતા સંભળાય છે કે તેણે ક્યારેય 300ની સ્પીડથી બાઇક નથી ચલાવી, પરંતુ આજે તે કરશે. આ દરમિયાન અગસ્ત્ય ચૌહાણ સાથે અકસ્માત સર્જાયો અને તેનું મોત થયું. અગસ્ત્ય ચૌહાણ, તેના ચાહકો અને તેની સાથેના સ્ટંટર્સ સાથેના આ અકસ્માતને કારણે, YouTuber પણ આઘાતમાં છે.

Dehradun Youtuber Agastya Chauhan famous due to his bike and Died also in bike accident Painful Story

અગસ્ત્ય સાથે સંબંધિત હિટ એન્ડ રન કેસ

યુટ્યુબરે દેહરાદૂનથી Drager z 900 YouTube ચેનલ દ્વારા અગસ્ત્યના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. યુટ્યુબર કહે છે કે અગસ્ત્યનો જીવ સ્ટંટ કે વીડિયો શૂટને કારણે નથી ગયો, પરંતુ તે હિટ એન્ડ રનનો મામલો છે. ટ્રકે અગસ્ત્યની બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે તે ડિવાઇડર સાથે અથડાઇને મૃત્યુ પામ્યો હતો. Drager Z 900નો આ વીડિયો વાયરલ થયા બાદ અગસ્ત્ય ચૌહાણના તમામ ચાહકોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમના ચાહકોએ ‘લેજન્ડ્સ નેવર ડાઇ નહીં, મિસ યુ પ્રો રાઇડર 1000’ ટિપ્પણી કરીને અગસ્ત્યને શ્રદ્ધાંજલિ આપી છે. અગસ્ત્યના અવસાનથી જ્યાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. સાથે જ તેના ચાહકો પણ દુખી છે.

Dehradun Youtuber Agastya Chauhan famous due to his bike and Died also in bike accident Painful Story

અગસ્ત્યએ જણાવ્યું હતું કે પોતાની સુપરબાઈકને દિલ્હી પહોંચીને મોડિફાઈ કરાવશે. ઘણા સમયથી પ્લાન કરી રહ્યો હતો પણ મોકો જ ન મળ્યો. ઉત્તરાખંડની સીમા પાર કરતા યૂટ્યૂબરે બાઈકની સ્પીડ વધારી દીધી હતી. રસ્તામાં હાઈવે પર તે એકબીજા બાઈકરાઈડર સાથે રેસ પણ કરે છે. હેલમેટમાં લાગેલા કેમેરાથી યૂટ્યૂબર પોતાની વાતો ચાલુ રાખે છે. તે કહે છે કે આજે હું 300ની ઉપર જઈશ અને ખબર પડશે કે ZX બાઈક કેટલી સ્પીડ લઈ શકે છે. આની સાથે જ તે એક્સીલેટર વધારે છે.

279 પર પહોંચી સ્પીડ અને ઘટી અશુભ ઘટના

દેહરાદૂનથી દિલ્હીના રસ્તે બાઈકનો અવાજ વધે છે, હવાનો અવાજ પણ સાંભળી શકાય છે અને એક્સીલેટર વધતાની સાથે જ મીટરનો કાંટો 279 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. ત્યારે જ રસ્તામાં એક ટ્રક દેખાય છે અને બાઈકની સ્પીડ ધીમી પડે છે. અગસ્ત્ય બોલે છે, “અરે બાપ રે, મને નથી ખબર કેટલા સુધી ગયો. હવાનું દબાણ ખૂબ જ ખતરનાક છે ભાઈ. પાંચમાં ગિયરમાં હવાનો જે ધક્કો લાગે છે ભયંકર, જાણે કોઈ પાછળ ખેંચી રહ્યું છે. તમે લોકો વિશ્વાસ નહીં કરો, એવું લાગી રહ્યું છે જાણે કોઈ પાછળ ખેંચે છે. ZX 10R ઘોડો છે ભાઈ ઘોડો” નજીકમાંથી બીજી બાઈક પણ ઝડપી ગતિએ નીકળે છે.

Dehradun Youtuber Agastya Chauhan famous due to his bike and Died also in bike accident Painful Story

જ્યારે અગસ્ત્ય દેહરાદૂનથી દિલ્હી માટે બાઈકથી નીકળ્યો હતો, રસ્તામાં ગાડીનું પેનલ તૂટી ગયું હતું. તેણે કહ્યું દિલ્હી પહોંચ્યો નથી અને ખર્ચો પહેલા થઈ ગયો. યૂટ્યૂબરે કહ્યું હતું કે ચેન ટટાઈટ કરાવી લઉં છું, જો ચેન તૂટી ગઈ તો આખી રાઈડ ખરાબ થઈ જશે. પણ ચેન ટાઈટ ન થઈ શકી અને થોડોક સમય બાદ સમાચાર આવ્યા કે યમુના એક્સપ્રેસવે પર બાઈકર્સ સાથે ફરવા નીકળેલા અગસ્ત્યનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

આ પણ વાંચો:ફેન્સથી ગુસ્સે થયો સલમાન ખાન, બોડીગાર્ડે માર્યો માર!

આ પણ વાંચો: 10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’

આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસે કો-એક્ટર પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- ‘લગ્નના બહાને ઘણી વખત કર્યું સેક્સ’

આ પણ વાંચો:અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો

આ પણ વાંચો:સ્ટેજ પર પરફોર્મ કરશે ગોવિંદા, કહ્યું- રવિના-કરિશ્મા જેવી અભિનેત્રીઓને કારણે ફિલ્મો બની હિટ