Surendranagar News:સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. ટ્રકે એક વાહનને જોરદાર અડફેટે લીધતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના છે કારણ કે ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ નાજુક છે.

અકસ્માત (Accident) લખતર-વિરમગામ હાઈવે પર બન્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના ગટકા ગામના 11 જેટલા લોકો એક વાહનમાં વિરમગામ ખાતે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. દર્શન પૂર્ણ કરીને પરત ફરતી વખતે મોડી રાત્રે આ દુર્ઘટના બની.

લખતર હાઈવે પર ભયાનક અકસ્માત (Accident)
ટ્રકની ઉચ્ચ ઝડપ અને સંભવિત ગફલતને કારણે વાહનને જોરદાર અથડામણ થઈ, જેમાં વાહન ભારે ક્ષતિગ્રસ્ત થયું. 108 અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
આ તમામ મૃતકો રાજકોટના ગટકા ગામના વતનીઓ છે.આ સિવાય 4 વ્યક્તિઓની સ્થિતિ ગંભીર છે. પોલીસે તપાસ શરૂ કરી છે.આ અકસ્માતમાં કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં માસાભાઈ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઈ મુંધવા, રાણીબેન મંગાભાઈ લાંબરિયા અને વજીબેન વીભાભાઈ મુંધવાનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાદ, હાઇવે યાત્રાળુઓની પીડાદાયક ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનાના સમાચાર મળતાં, લખતર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાના સમાચાર ફેલાતાં જ, ગેડિયા મહંત સહિત વિવિધ સમુદાયના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભરવાડ સમુદાયના સાત સભ્યોના એક સાથે મૃત્યુથી સમગ્ર માલધારી સમાજમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ભરવાડ સમુદાયના મુંધવા પરિવારના સભ્યો તરીકે ઓળખાણ થઈ છે. આજે તેઓ સવારે, મંદિર પર ધજા ફરકાવવામાં જઈ રહ્યા હતા ત્યારે, લખતર-વિરમગામ રોડ પર ટ્રકની અડફેટે આવતા આ ઘટના ઘટી અહતી. આ દુર્ઘટનામાં, પરિવારના કુલ સાત સભ્યો,પાંચ મહિલાઓ અને બે પુરુષો એ જીવ ગુમાવ્યા, જેનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચો:સુરેન્દ્રનગર: લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ડમ્પર-કાર વચ્ચે અકસ્માત, 4 મહિલાના મોત:એક પુરુષ ગંભીર
