Transgender Daughter: ટેસ્લાના CEO એલોન મસ્કના પુત્રએ તેનું લિંગ બદલ્યું છે. હવે તે છોકરામાંથી છોકરી બની ગયો છે. પોતાની નવી ઓળખ મેળવવા માટે તેણે કોર્ટમાં અરજી કરી છે. આટલું જ નહીં, તે તેના પિતા સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી.
SpaceXના માલિક અને ટેસ્લાના CEO એલોન મસ્કની ટ્રાન્સજેન્ડર પુત્રીએ તેની નવી ઓળખને અનુરૂપ તેનું નામ બદલવાની વિનંતી કરી છે. તે કહે છે કે હું હવે મારા બાયોલોજિકલ પિતા સાથે કોઈપણ રીતે નથી રહેતી અને તેમની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. નામ બદલવા અને તેની નવી ઓળખ દર્શાવતા નવા જન્મ પ્રમાણપત્ર માટેની અરજી એપ્રિલમાં સાન્ટા મોનિકામાં લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
PlainSite.org પર ઉપલબ્ધ કોર્ટના દસ્તાવેજો અનુસાર, તાજેતરમાં જ 18 વર્ષના થયેલા એલોન મસ્કના પુત્ર ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્કે પોતાનું લિંગ બદલ્યું છે. તે પુરુષમાંથી સ્ત્રી બન્યો છે. તેણે તેની લિંગ ઓળખ બદલીને સ્ત્રી તરીકે અને પોતાનું નવું નામ નોંધાવવા માટે અરજી કરી છે. ઓનલાઈન ડોક્યુમેન્ટમાં તેનું નવું નામ બદલવામાં આવ્યું હતું. તેની માતા જસ્ટિન વિલ્સન છે, જેમણે 2008માં એલોન મસ્ક સાથે છૂટાછેડા લીધા હતા. મસ્કના વકીલ અને ટેસ્લા મીડિયા ઓફિસે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
નામ અને લિંગ પરિવર્તનની અરજી દાખલ થયાના લગભગ એક મહિના પછી મસ્કે મે મહિનામાં રિપબ્લિકન પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશભરના રાજ્યોમાં ટ્રાન્સજેન્ડર અધિકારોને મર્યાદિત કરવાના કાયદાને સમર્થન આપે છે.
Elon Musk's child seeks name change to sever ties with father https://t.co/LfwwslgG0b pic.twitter.com/JiXZIJuZAG
— Reuters (@Reuters) June 21, 2022
મસ્કે 2020માં ટ્રાન્સજેન્ડર લોકોની તરફેણમાં એક ટ્વિટ પણ કર્યું હતું. જેમાં તેણે સ્પષ્ટ કહ્યું કે તે ટ્રાન્સને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો: New Delhi/ મોદી સરકાર અગ્નિપથ યોજના પણ પાછી ખેંચી લેશે… રાહુલ ગાંધીએ કૃષિ કાયદાનો ઉલ્લેખ કર્યો
આ પણ વાંચો: સુરત/ અહીં થાય છે બાળમજૂરી : બારડોલી સુગર ફેક્ટરીમાં ઇજાગ્રસ્ત પાંચ પૈકી એક ‘બાળમજૂર’
