Breaking News: અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત સોમ લલિત સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીની ઘાયલ થઇ હતી અને તેને સારવાર માટે નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં અવી છે.
ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના પરિવાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીનીની સારવાર ચાલી રહી છે અને તે ભાનમાં આવ્યા પછી જ આત્મહત્યાના કારણો જાણી શકાશે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.
વિદ્યાર્થીના પિતાએ કહ્યું, “મારી દીકરી રાબેતા મુજબ સ્કૂલે ગઈ હતી. મને સ્કૂલમાંથી 12:45 વાગ્યે માહિતી મળી. તેથી હું હોસ્પિટલ આવ્યો છું. મારી દીકરીની હાલત ખરાબ છે, શું થયું તે પછી ખબર પડશે.”
શાળાના સંચાલક પ્રજ્ઞેશ શાસ્ત્રીએ જણાવ્યું કે આ છોકરીએ ઉપરથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છોકરીના માતા-પિતાને પણ બધું ખબર છે. અમે સીસીટીવી ફૂટેજ અને બધી માહિતી પોલીસને આપીશું.
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક
