Bhavnagar News/ મહુવામાં ઈલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

પરિવારજનોએ અગાઉ વીજ તાર હટાવવા અરજી કરી હતી.

Gujarat

Bhavnagar News:  ભાવનગરના મહુવામાં લાઈટ હાઉસ ગામે ઈલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત થયું છે. PGVCLની ઘોર બેદરકારીના કારણે 33 વર્ષીય કડિયા કામ કરતા ભુપત પરમાર નામના યુવકનું મોત થયું છે.  મકાનના ઉપરના ભાગે કામગીરી દરમિયાન વીજ તારને અડી જતા મોત થયું છે. પરિવારજનોએ અગાઉ વીજ તાર હટાવવા અરજી કરી હતી. યુવાનને હોસ્પિટલમા ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો છે. પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

ભાવનગરના તળાજાના સોભાવડ ગામે યુવકનું પતંગ ચગાવતા મોત થયું છે. ધાબા પર પતંગ ચગાવતા ગિરીશ વાઘ નામનો યુવકનું પતંગ ચગાવતા પગ લપસી જતાં અગાસી પરથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા યુવક મૃત્યુ પામ્યો હતો. યુવકનું મોત થતાં પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો. ચિત્રા વિસ્તારમાં ગણેશનગરમાં 1 યુવકને અગાશીમાં ઈલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, બાદમાં હોસ્પિટલમાં એકનું મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:ભાવનગરમાં બારવાડામાં વીજ તારમાં કડાકાભડાકાથી ભયનું વાતાવરણ

આ પણ વાંચો:સુરતના પાંડેસરા વિસ્તારમાં વીજ કરંટથી યુવકનું મોત