Bhavnagar News: ભાવનગરમાં ઘોઘામાં વીજપોલમાં કડાકાભડાકા થયા. વીજપોલમાં ભડાકાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. બારવાડામાં રામજી મંદિર પાસે ચાલુ વરસાદમાં શોર્ટસર્કિટ થયું. પીજીવીસીએલના વીજપોલમાં વીજ તાર સળગતા કડાકા ભડાકા થયા.
આ કડાકા ભડાકાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભાવનગર આમ પણ પીજીવીસીએલની વીજ ક્ષેત્રની કામગીરીના લીધે પંકાયેલું છે. આ ઉપરાંત અહીં વીજચોરીનો પણ ત્રાસ છે. આના લીધે આ પ્રકારે વીજળીના થાંભલામાં કડાકાભડાકા થાય છે.
જ્યારે પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે લોકો વીજળીના થાંભલામાંથી ગેરકાયદેસર લાઇન લે છે અને પાડાના વાંખે પખાલીને ડામ તેમ તેની તકલીફ બીજા લોકોને સહન કરવાની આવે છે. પીજીવીસીએલ ગેરકાયદે વીજ જોડાણ સામે અવારનવાર ઝુંબેશ આદરે છે, પરંતુ ચોમાસામાં આ પ્રકારની ઝુંબેશ આદરવી શક્ય ન હોવાથી આ તત્વો તેનો ફાયદો ઉઠાવે છે.
જો કે લોકો પીજીવીસીએલની નબળી કામગીરી અંગે પણ ફરિયાદ કરતાં હોય છે. બીજી બાજું પીજીવીસીએલમાં ઓછા સ્ટાફની પણ બૂમ હોય છે. સ્ટાફની પણ ફરિયાદ છે કે અમે અમારી શક્ય તેટલી મહેનત કરીએ છીએ, પણ સરકાર ભરતી ન કરે તો અમે શું કરીએ. કર્મચારીઓ પૂરતા પ્રમાણમાં ન હોય તો પછી સેવાઓ પણ પૂરી પાડવામાં ક્યાંથી આવે.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
