Surat News : ફાયર સેફ્ટી NOC માટે રૂ.1 લાખની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના ડીવીઝનલ ફાયર ઓફિસર ACBના છટકામાં ઝડપાયા છે.
સુરત શહેરમાં ફાયર સેફ્ટી NOC આપવાના નામે રૂ.1,00,000ની લાંચ માંગતા અને સ્વીકારતા સુરત મહાનગરપાલિકાના ડીવીઝનલ ફાયર ઓફિસર (Divisional Fire Officer) તથા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વરભાઇ મગનભાઇ પટેલને ACB (એન્ટી કરપ્શન બ્યુરો)એ રંગેહાથ ઝડપી લીધા છે. આ લાંચ કેસ (Bribe Case)માં ફરિયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવી હતી.
Bribe Case માં NOC મેળવવા લાંચ માંગી હતી
ફરિયાદી દ્વારા હોટલ માટે ફાયર સેફ્ટી NOC મેળવવા અરજી કરાઈ હતી. આ અરજીની કાર્યવાહી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) આપવા બદલ આરોપી ઇશ્વરભાઇ મગનભાઇ પટેલ (ઉ.વ. 48), ડીવીઝનલ ફાયર ઓફિસર તથા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, વર્ગ-3, ઉધના ઝોન-એ/બી તથા લીંબાયત ઝોન, સુરત મહાનગરપાલિકાએ રૂ.1,00,000ની લાંચની માંગણી કરી હતી.
આ Bribe Case માં ફરિયાદી લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ACB દ્વારા યોજાયેલા છટકા દરમિયાન મુગલીસરાઇ ફાયર સ્ટેશનના પ્રથમ માળે આવેલી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.1,00,000ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યો હતો.
