Gandhinagar News/ નકલી IAS ની અસલી ઠગાઈ! ગાંધીનગરના બંકાઈ ગ્રુપને ₹25 કરોડનો ચૂનો લગાવ્યો!

ગાંધીનગર સેક્ટર-25માં Bankai Group સાથે પૂર્વ ડિરેક્ટર નીરવ શર્માએ ઠગાઈ આચરી. નકલી IAS ની ઓળખ આપી 2.82 કરોડની ઉચાપત અને 25 કરોડનું નુકસાન પહોંચાડ્યું.

Top Stories Gandhinagar Gujarat
Bankai Group

Bankai Innovations Fraud Gandhinagar: રાજ્યના પાટનગરમાં એક ચોંકાવનારો કોર્પોરેટ ફ્રોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર સેક્ટર-25 GIDCમાં આવેલી જાણીતી કંપની ‘બંકાઈ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે તેના જ પૂર્વ ડિરેક્ટરે મળતિયાઓ સાથે મળીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. ઠગબાજે પોતાની જાતને સફળ UPSC ઉમેદવાર (IAS) તરીકે ઓળખાવી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ પ્લાનિંગ સાથે ઠગાઈ આચરી હોવાની ફરિયાદ CID ક્રાઈમમાં નોંધાઈ છે.

IAS અને સંશોધક તરીકેની ખોટી ઓળખ આપી

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને Bankai Groupના વાઈસ પ્રેસિડેન્ટ રીતેશ ભટ્ટે નોંધાવેલી ફરિયાદ મુજબ, મુખ્ય સૂત્રધાર નીરવ મુકેશ શર્માએ પોતાની જાતને એક સફળ IAS ઉમેદવાર અને પ્રાચીન ચરક સંહિતાના સંશોધક તરીકે રજૂ કર્યા હતા. તેમણે કંપનીના ચેરમેન બંકીમ બ્રહ્મભટ્ટને FMCG સેક્ટરમાં મોટું રોકાણ કરવા લલચાવ્યા હતા. ₹120 કરોડના રેવન્યુ પ્રોજેક્શનની લાલચ આપી નીરવ શર્મા કંપનીમાં ડિરેક્ટર તરીકે ગોઠવાઈ ગયા હતા.

Bankai Group

કાગળ પર ઊંચા ભાવ બતાવી ₹2.82 કરોડની ઉચાપત

Bankai Group ડિરેક્ટર બન્યા બાદ નીરવ શર્મા અને સેલ્સ હેડ વિપુલ કામદારે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. પોતાના પરિવારજનોના નામે ‘નિવ ઇનોવેશન’ નામની ડમી ફર્મ બનાવી હતી. આ ફર્મ મારફતે બાપુનગરની કંપની પાસેથી ₹83.27 લાખનો કાચો માલ ખરીદ્યું હતું. ત્યારબાદ આ જ માલ અન્ય મળતિયાઓની કંપનીઓ (જે.એમ. ઈમ્પેક્સ અને આર.ડી. ટ્રેડિંગ) મારફતે બંકાઈ ગ્રુપને ₹3.65 કરોડમાં વેચ્યો હોય તેમ કાગળ પર બતાવાયુ હતું. આમ, માત્ર કાગળ પરના વ્યવહારો દ્વારા કંપનીના ₹2.82 કરોડ ઘરભેગા કર્યા.

ઓડિટમાં ખુલ્યું Bankai Groupને ₹25 કરોડનું નુકસાન

કંપનીના આંતરિક ઓડિટમાં જાણવા મળ્યું કે માસિક ₹80 લાખના ખર્ચ સામે વેચાણ નજીવું હતું. એટલું જ નહીં, નીરવ શર્માએ કંપનીની અત્યંત ગુપ્ત પ્રોડક્ટ ફોર્મ્યુલા અન્ય કંપનીઓને વેચી દીધી હોવાનો પણ આક્ષેપ છે. આ ગેરરીતિને કારણે બંકાઈ ગ્રુપને અંદાજે ₹25 કરોડનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પરિવાર સહિત 7 સામે ગુનો દાખલ

CID ક્રાઈમે આ મામલે નીરવ શર્મા, તેની પત્ની, માતા, વિપુલ કામદાર, કુંતલ શાહ અને મનોજકુમાર નોગિયા સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના સાઇબર ફ્રોડ અને હવાલા કૌભાંડમાં કુખ્યાત આરીફ મિંડીના પુત્રની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને બેન્ક એકાઉન્ટ કિટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ

આ પણ વાંચો: સુરત…રૂપિયા 200 કરોડના ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ