Gujarat News/ દાહોદ મનરેગા કૌભાંડની તપાસ માટે સરકાર સીટની રચના કરે, ભાજપના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો, : અમિત ચાવડા

સરકારે પ્રામાણિક અધિકારીઓની સીટની રચના કરવી જોઈએ

Gujarat

Gujarat News :  દાહોદના ચકચારભર્યા મનરેગા કૌભાંડની તપાસ માટે સીટની રચના કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડાએ કરી છે. અગાઉ ઘણીવાર દાહોદ મનરેગા કભાંડમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. કોઈ કામ થતા નથી પણ બરોબર બિલો ચૂકવાય છે. આ મામલે સરકાર પ્રામાણિક અધિકારીઓની સીટની રચના કરે અને તપાસ થાય તેવી માગણી કોંગ્રેસના અમિત ચાવડાએ કરી છે.‌

કોંગ્રેસે વિધાનસભામાં પણ રજુઆત કરી હતી અને હવે સરકાર જાગી છે. પણ આ તપાસમાં એક બે જણને પકડી ભીનું ના સંકેલાય તેવી સરકાર પાસે માંગણી છે.મનરેગા યોજના ગરીબ લોકોને 100 દિવસ રોજગારી મળે તે માટે આ લાવવામાં આવી છે. સરકારે પ્રામાણિક અધિકારીઓની સીટની રચના કરવી જોઈએ. જો તટસ્થ તપાસ થાય તો મોટા માથા પકડશે અને 100 કરોડ નહિ પણ 200 કરોડનું કૌભાડ બહાર આવી શકે છે.

ઓપરેશન ગંગાજળની વાત કરે છે પણ તેની શરૂઆત તેમના મંત્રી મંડળમાંથી કરવી જોઇએ. જો મંત્રીના પુત્રની સંડોવણી છે તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? સરકારે પોતાની પ્રામાણિકતા સાબિત કરવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાનેરામાં ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ! જાગૃત નાગરિકે સ્ટિંગ ઓપરેશન કર્યુ

આ પણ વાંચો:ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો, સ્ટીંગ ઓપરેશનમાં તબીબની ગેરરીતિનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ