Vadodara News: વડોદરામાં બિલ્ડરે પાંચ વર્ષથી મકાન કે દુકાનનું પઝેશન ન આપતા ગોત્રી પોલીસ સ્ટેશન બહાર નાણા ભરનારા લોકોએ હોબાળો મચાવ્યો છે. તેઓએ વડોદરાના બિલ્ડરે છેતરપિંડી (Fraud) કર્યાનો આરોપ મૂક્યો છે. બિલ્ડર દંપતી (Builder Couple) ભીખુ કોરિયા (Bhikhu Koria) અને શિલ્પા કોરિયા (Shilpa Koria) નો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. 150થી વધારે લોકોનું ટોળું ગોત્રી પોલીસ સ્ટેશન (Gotri Police Station) ધસી ગયું હતું.
લોકોએ પોલીસ સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલાની તબિયત લથડતા તેને 108માં હોસ્પિટલ લઈ જવી પડી હતી. લોકોનો આરોપ છે કે પોલીસ બિલ્ડર સાથે ફરિયાદ નોંધતી નથી. ગોત્રીમાં આવેલા કિશન એમ્બ્રોસિયા સ્કીમના બિલ્ડર દંપતીએ આ જબરજસ્ત કારસ્તાન કર્યુ છે.
લોકોએ જીવનભર કમાયેલી મૂડી ઘર અને દુકાનમાં રોકી હતી અને હવે તેઓને બિલ્ડરે રોવડાવ્યા છે. એક મહિલા તો પોલીસ સ્ટેશનમાં જ રજૂઆત કરતી વખતે અને પછી બહાર વિરોધ કરતી વખતે લાગણીશીલ બની બેભાન થઈ ગઈ હતી.
લોકોના જબરજસ્ત દબાણના પગલે ગોત્રી પોલીસે બિલ્ડર દંપતી સામે ગુનો નોંધ્યો તો. તેના પછી પોલીસે બિલ્ડર ભીખુ કિશન કોરિયાની ધરપકડ કરી છે. તેની પત્ની શિલ્પા કોરિયા ફરાર છે. બિલ્ડર દંપતી સામે અનેક એફઆઈઆર નોંધાશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત તેમની સામે રેરામાં પણ ફરિયાદ નોંધવામાં આવનાર છે.
આશ્ચર્યની વાત એ છે કે રેરા જેવી યંત્રણા હોવા છતાં પણ બિલ્ડરો આવા કારસ્તાન કરી શેના જાય છે. ગુજરાતમાં રેરા શું દાંત વગરનો વાઘ છે. રેરા આ પ્રકારના બિલ્ડરો સામે કોઈપણ પ્રકારના પગલાં કેમ લઈ શકતી નથી. આજે પણ પોતાના મકાનનું સ્વપ્ન જોનારાઓને કેમ આ પ્રકારે દર-દરની ઠોકરો ખાવી પડે છે. લોકો પોતાના જીવનની મહામૂલી બચત હોડમાં મૂકે છે અને તેમને એક મકાન પણ ન મળે તે ક્યાંની રીત છે.
આ પણ વાંચો: અમેરિકામાં ગુજરાતી મહિલા પર લાગ્યો કરોડો રૂ.ની છેતરપિંડીનો કેસ, પૂછતાછમાં ખુલી શકે છે અનેક…
આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન
આ પણ વાંચો: અમદાવાદ અને આગ્રા કેન્ટ વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન, વેકેશન દરમિયાન કરશે 20 ટ્રીપ, જાણો ટાઈમ ટેબલ
