Rajkot News: રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓનો સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો છે. અનેક રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. ખાડાઓને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે. તંત્ર રસ્તા રિપેર કરતું ન હોવાથી લોકોમાં ભારે ગુસ્સો છે.
સ્થાનિકોએ ખાડામાં ફૂલ પધરાવીને ખાડાના વધામણા કર્યા છે. રાહદારીઓને ગુલાબ આપી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ધોરાજી-જેતપુર રોડ પર વરસાદી ઝાપટાને કારણે તૂટી ગયેલા રોડ-રસ્તા અંગે થોડા દિવસ પૂર્વે વેપારીઓએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
આમ છતાં પણ રસ્તાની બિસ્માર હાલત યથાવત રહેતા વેપારીઓએ સાથે મળી બેનરો દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે, ખરાબ રસ્તાઓ બાબતે તંત્ર દ્વારા રોડ-રસ્તાઓ બિસ્માર હોય તેનું સમારકામ કર્યું હતું, પણ સામાન્ય વરસાદ પડતાની સાથે રસ્તાઓ ફરી ધોવાય ગયા છે.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
