Junagadh News/ જુનાગમાં ઇકો ઝોનને લઈને રાજકારણ ગરમાયું

વિસાવદરના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના નેતા વચ્ચે ગજગ્રાહ

Top Stories Gujarat

Junagadh News : જુનાગમાં ઇકો ઝોનને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના નેતાઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. હર્ષદ રાબડીયા અને ભૂપત ભાયાણી આમને સામને આવી ગયા છે. જેમાં ભૂપત ભાયાણીએ હર્ષદ રાબડીયા પર પ્રહાર કર્યા છે.

ખેડૂત સભામાં હર્ષદ રીબડીયા હાજર રહ્યા હતા. જેમાં ભુપત ભાયાણીએ આડકતરો ઈશારો કર્યો હતો. ઈકો ઝોનને લઈને ફેડૂતોના ખભે રાજકારણ કરતા હોવાનો ઈશારો તેમણે કર્યો હતો. 2017થી ઈકો ઝોન છે, ત્યારે વિરોધ કેમ ન કર્યો તેમ તેમણે કહ્યું હતું. છેલ્લા એક વર્ષથી આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. હાઇકોર્ટમાં પિટિશનને કારણે ચૂંટણી થઈ શકતી નથી

જો ખેડૂતોની એટલી જ ચિંતા હોય તો પિટિશન કેમ પરત ખેંચતા નથી. તે સિવાય કોણે પીટીશન કરી છે એ વિસ્તાર વાશીઓને ખબર છે, એમ ભુપત ભાયાણીએ કહ્યું હતું. આપ દ્વારા યોજાયેલી ખેડૂત સભામાં હર્ષદ રીબડીયા હાજર રહ્યા હતા. આમ ભાજપમાં રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ

આ પણ વાંચો:નકલી ડિગ્રી કૌભાંડમાં ઘટસ્ફોટ, રાજ્યમાં 4 હજાર નકલી અને 1281 બોગસ ડોક્ટર

આ પણ વાંચો:પાટણમાં નકલી ડોક્ટરે અનાથ બાળકનો કર્યો રૂ. 1.20 લાખમાં સોદો