Ahmedabad News/ અમદાવાદમાં કપડા ધોવા ગયેલો યુવાન પાણીમાં ગરકાવ થતાં મોત

અમદાવાદમાં કપડા ધોવા ગયેલા યુવાનનું પગ લપસી જવાના લીધે પાણીમાં ગરકાવ થવાના લીધે મોત થયું હતું. ધોળકાના સિંધરેજ ગામે આ દુર્ઘટના બની હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં કપડા ધોવા ગયેલા યુવાનનું પગ લપસી જવાના લીધે પાણીમાં ગરકાવ થવાના લીધે મોત થયું હતું. ધોળકાના સિંધરેજ ગામે (Sindhrej Village) આ દુર્ઘટના બની હતી. શ્રમિક (Labour) યુવાન નદીના કિનારે કપડા ધોવા ગયો હતો. અચાનક પગ લપસતા યુવાન ઊંડા પાણીમાં ડૂબ્યો હતો

સાથી શ્રમિકોએ યુવાનની લાશને બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે કોર્પોરેશનના અધિકારીઓને પણ તાકીદ કરી છે કે શહેરમાં જ્યાં-જ્યાં પણ નદીમાં પ્રકારના ખાડા છે અને જ્યાં-જ્યાં પાણી ભરાયેલા છે અને ત્યાંથી પાણી ઉલેચીને ખાડામાં તાકીદે પુરાણ કરવામાં આવે. તેની સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન બને તે માટે કોર્પોરેશનને ખાડાઓ પડે તેનું તાકીદે પુરાણ કરવા માટે જણાવ્યું છે.

યુવાનનું આ રીતે મોત થવાના લીધે સ્થાનિકોમાં આક્રોશ હતો. સ્થાનિકોનું કહેવું હતું કે અગાઉ નિગમની બેદરકારીના લીધે આ પ્રકારની દુર્ઘટનાઓ થતાં સ્હેજમાં બચી જતી હતી. પણ છેવટે આ દુર્ઘટના બનીને જ રહી. જો નિગમે નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચનારાઓ પર અંકુશ રાખ્યો હોત તો આ પ્રકારના ઘટના બની ન હોત. હવે રેત ખનન કરનારાઓએ નદીમાં આ રીતે પાડેલા ખાડા  માટેની યોગ્ય કાર્યવાહી ન કરી તો તેણે લોકોના આક્રોશનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.  તેથી આ એક ઘટના પરથી ચેતીને નિગમ યોગ્ય પગલાં લેવાનું શરૂ કરી દે.

હજી થોડા દિવસ પહેલા જ આવી ઘટના જામનગરમાં બની હતી. કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામમાં રહેતા પ્રોઢ મહિલાનું કપડા ધોવા દરમિયાન નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામના 58 શીલાબા બળદેવસિંહ જાડેજા નદીએ કપડા ધોવા ગયા હતા. આ દરમિયાન અકસ્માતે નદીના પાણીમાં પડી જવાના લીધે તેમનું મોત થયું હતું.  પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદે એકનો ભોગ લીધો, સરખેજમાં એકનું ડુબી જવાથી મોત, નવા વણઝાર વાસ પાસે એક યુવાન ડૂબ્યો

આ પણ વાંચો: જૂનાગઢ: ઉબેણ નદીમાં 18 વર્ષનો યુવાન ડૂબ્યો, ન્હાવા ગયેલા બે યુવાન માથી એક ડૂબી ગયો, NDRF અને SDRFની ટીમ ઘટના સ્થળે, યુવાનની બચાવ કામગીરી હાથ ધરાઇ, પરપ્રાંતીય

આ પણ વાંચો: ગોંડલી નદીમાં નાહવા પડેલો યુવાન ડૂબ્યો, 3 માંથી 2 યુવાનો થયો આબાદ બચાવ