Not Set/ ભગવાન જગન્નાથની જળયાત્રાનો થયો પ્રારંભ, સાબરમતી નદી કાંઠે કરાશે ગંગા પૂજન

આજે સવારે 8 વાગ્યાથી ભગવાન જગન્નાથની યાત્રાનો શુભારંભ થયો હતો. 142મી રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવી રહી છે. આજે પૂનમનાં દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓની સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની જળયાત્રા […]

Top Stories Ahmedabad Gujarat

આજે સવારે 8 વાગ્યાથી ભગવાન જગન્નાથની યાત્રાનો શુભારંભ થયો હતો. 142મી રથયાત્રા પૂર્વે આ જળયાત્રા કરવામાં આવી રહી છે. આજે પૂનમનાં દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓની સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથની જળયાત્રા દરમિયાન સાબરમતી નદી કાંઠે ગંગા પૂજન કરવામાં આવશે. આ સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થઈ ગઇ છે. આ યાત્રાનું શુભારંભ સવારે 8 વાગ્યાથી કરવામાં આવ્યુ હતુ. આ જળયાત્રામાં ભજન મંડળીઓ, હાથી, બેન્ડબાજા, ઢોલ નગારા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. યાત્રાની શરૂઆત થતા શરણાઇઓનાં સૂર કાને પડતા સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. આપને જણાવી દઇએ કે, ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભૂદરનાં આરે પહોંચશે. સોમનાથ ભૂદરનાં આરે દર વર્ષની જેમ આ વખતે પણ ગંગાપૂજન કરાશે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેકમાં ભગવાનની પ્રતિમાને દૂધ-કેસરથી સ્નાન કરાશે.

ભગવાન જગન્નાથની 12 યાત્રાઓ પૈકીની જળયાત્રા મુખ્ય યાત્રા કહેવાય છે. આ જળયાત્રામાં ક્યારેક ભક્તોનું પૂર જોવા મળે છે. આ યાત્રા દરમિયાન સમગ્ર માહોલ ભક્તિમય બની જાય છે. આપને જણાવી દઇએ કે, રથયાત્રાનો પહેલો પડાવ એટલે જળયાત્રા. આ જળયાત્રા સાબરમતી નદીનાં તટે સોમનાથ ભૂદર પહોચ્યા બાદ ત્યા ગંગાપૂજનનું આયોજન કરાશે. ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરાશે. આ જળયાત્રા સવારે 8 વાગ્યાથી શરૂ થઇ હતી જે 10 વાગ્યે મંદિરે પરત થશે. મંદિરે પહોચ્યા બાદ લગભગ કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, જળયાત્રામાં ગજરાજની ઉપસ્થિતિનું ખાસ મહત્વ રહ્યુ છે. અહી જળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં દર્શન આપશે.

ગજવેશ સાથે જોડાઇ છે એક અનોખી માન્યતા

ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો. તે લગભગ બે મહિના સુધી પગપાળા ચાલી જગન્નાથજી મંદિરે ગયો હતો. જ્યા તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા હતા, ત્યાર બાદ તેને લાગ્યુ કે આ ભગવાન ન હોઇ શકે એટલે તેણે અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો હતો. જ્યારે જ્યેષ્ઠાભિષેક થયો ત્યારે તેને ગણેશનાં દર્શન થયાં, ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.

આપને જણાવી દઇએ કે, જગન્નાથજી મંદિરમાં જળયાત્રાની વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. ત્યારબાદ ભગવાન મામાનાં ઘરે સરસપૂરમાં જતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.