Not Set/ રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયના સંબંધો ખાડે ગયા છે : પૂર્વ પીએમ મનમોહન સિંહે સાધ્યું નિશાન

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રિઝર્વ બેંક અને મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદો પર નિશાન સાધતા જણાવ્યું કે, નાણાં મંત્રાલય અને કેન્દ્રીય બેંક વચ્ચેના સંબંધો ખાડે ગયા છે. સામંજસ્ય અને સંકલન દેશ માટે ખુબ જરૂરી છે. પૂર્વ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, રિઝર્વ બેંકના ગવર્નર અને નાણાં મંત્રી વચ્ચે ખુબ નાજુક સંબંધો હોય છે. દેશ ચલાવવાની જવાબદારી સરકારની […]

Top Stories India

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રિઝર્વ બેંક અને મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદો પર નિશાન સાધતા જણાવ્યું કે, નાણાં મંત્રાલય અને કેન્દ્રીય બેંક વચ્ચેના સંબંધો ખાડે ગયા છે. સામંજસ્ય અને સંકલન દેશ માટે ખુબ જરૂરી છે.

પૂર્વ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, રિઝર્વ બેંકના ગવર્નર અને નાણાં મંત્રી વચ્ચે ખુબ નાજુક સંબંધો હોય છે. દેશ ચલાવવાની જવાબદારી સરકારની હોવા છતાં પણ અમુક ચોક્કસ જવાબદારીઓ રિઝર્વ બેંકના ગવર્નરને આપવામાં આવી છે. બે સંસ્થાઓ વચ્ચેના આવલંબનને સમજવાની જરૂર છે.

મનમોહન સિંહે પ્રધાનમંત્રી મોદી પર આરોપ લગાવતા જણાવ્યું કે, તેઓ પ્રધાનમંત્રીના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. દેશના પ્રધાનમંત્રીને રાજકીય વિરોધીઓને અપશબ્દો બોલવા એ છાજતું નથી. ઉપરાંત એમણે જણાવ્યું કે, મોદી વિરોધીઓ સામે બિન-સંસદીય ભાષાનો ઉપયોગ કરે છે.

મનમોહન સિંહે પીએમ મોદીના રિમોટ કંટ્રોલવાળા દાવાને ફગાવતા કહ્યું કે, મારી સરકાર રિમોટ કંટ્રોલથી નહતી ચાલતી. મારી સરકાર સફળ હતી કારણ કે પાર્ટી અને સરકાર એક જ જગ્યા પર હતા. અમારી વચ્ચે અભિપ્રાયનો કોઈ તફાવત નહતો.